ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / PM Modi will address the 'Global Buddhist Summit', Buddhist monks from many countries will come to India

કાર્યક્રમ / PM મોદી કરશે 'વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન'ને સંબોધિત, અનેક દેશોના બૌદ્ધ ભિક્ષુકો આવશે ભારત

Published By: Priykant Shrimali

Last Updated: 09:10 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Global Buddhist Summit: દિલ્હીની અશોકા હોટેલમાં 20-21 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બે દિવસીય સમિટનું આયોજન

ADVERTISEMENT

  • PM મોદી આજે વૈશ્વિક બૌદ્ધ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે
  • 20-21 એપ્રિલે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગથી બે દિવસીય સમિટનું આયોજન
  • 30 દેશોના 171 પ્રતિનિધિઓ બે દિવસીય સમિટમાં થશે સામેલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વૈશ્વિક બૌદ્ધ સમિટનું ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં આ જાણકારી આપી. રાજધાની દિલ્હીની અશોકા હોટેલમાં 20-21 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બે દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 

વડાપ્રધાન કાર્યાલય અનુસાર વડાપ્રધાન સવારે 10 વાગ્યે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ તેને સંબોધિત કરશે. આ સમિટમાં બૌદ્ધ દર્શન અને વિચારની મદદથી સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા કરવામાં આવશે. આ વૈશ્વિક સમિટ બૌદ્ધ ધર્મમાં ભારતની પ્રાસંગિકતા અને મહત્વને રેખાંકિત કરશે, કારણ કે બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો.

30 દેશોના 171 પ્રતિનિધિઓ સામેલ થશે
આ બે દિવસીય વૈશ્વિક બૌદ્ધ સમિટની થીમ "સમકાલીન પડકારોનો પ્રતિસાદ: દર્શનથી અભ્યાસ સુધી" છે. આ સમિટમાં લગભગ 30 દેશોના 171 પ્રતિનિધિઓ અને ભારતીય બૌદ્ધ સંગઠનોના 150 પ્રતિનિધિઓ ભાગ લેશે. વિશ્વભરના જાણીતા વિદ્વાનો, સંઘ નેતાઓ અને ધર્મના અનુયાયીઓ પણ તેમાં ભાગ લેશે.

આ પરિષદમાં હાજરી આપનાર પ્રતિનિધિઓ આજના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને સાર્વત્રિક મૂલ્યોના આધારે બુદ્ધના ધમ્મમાં ઉકેલો શોધશે. બુદ્ધ ધમ્મા અને શાંતિ, બુદ્ધ ધમ્મ: પર્યાવરણીય કટોકટી, આરોગ્ય અને ટકાઉપણું, નાલંદા બૌદ્ધ પરંપરાનું સંરક્ષણ અને બુદ્ધ ધમ્મ યાત્રાધામ, જીવંત વારસો અને બુદ્ધ અવશેષો, અને દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતની સદીઓનો મજબૂત પાયો જૂના સાંસ્કૃતિક સંબંધો વગેરેની ચર્ચા થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Global Buddhist Summit આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ બૌદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન સંસ્કૃતિ મંત્રાલય Global Buddhist Summit

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ