બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / pm modi two days gujarat visit from today

વતનમાં વડાપ્રધાન / PM મોદીએ કહ્યું- ખાદીને ફરી જીવનદાન આપવાનું કામ ગુજરાતે કર્યું, કોઈ તાકાત નથી જે ખાદીને ગ્લોબલ થતાં અટકાવી શકે

Dhruv

Last Updated: 07:07 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ અમદાવાદ અને કચ્છના પ્રવાસે છે. જે અંતર્ગત કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
  • અમદાવાદ અને કચ્છવાસીઓને આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ
  • જુઓ આજનો અને આવતીકાલનો શું છે PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ અને કચ્છવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. PM મોદી આજે અમદાવાદમાં રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતા તેમજ મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ પણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધન કર્યું હતું. જ્યારે આવતીકાલે કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની PM મોદી ભેટ આપશે.

ખાદીના વેચાણમાં 4 ગણો વધારો થયોઃ PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, તમે(ગુજરાતે) 2014માં દિલ્હી જવાનો આદેશ આપ્યો. ત્યાં ગુજરાતથી મળેલી પ્રેરણાનો વિસ્તાર કર્યો. ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન, તેમાં ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનનો સંકલ્પ જોડ્યો છે. ગુજરાતની આ સફળતાના અનુભવોનો દેશભરમાં વિસ્તાર કરવાનું શરૂ કર્યું. ખાદીથી જોડાયેલી જે સમસ્યા હતી તેને દૂર કરી. ખાદીના પ્રોડક્ટ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેનું પરિમાણ આજે દેશ જોઇ રહ્યું છે. ટોપ ફેશન ખાદીથી ખુદને જોડવા માટે આગળ આવી રહ્યા છે. છેલ્લા 8 વર્ષમાં ખાદીના વેચાણમાં 4 ગણો વધારો થયો છે. પહેલી વખત ખાદી અને ગ્રામોઉદ્યોગનો ટર્નઓવર 1 લાખ કરોડથી વધુ પહોંચી ગયો છે.

ખાદીને ફરી જીવનદાન કરવાનું કામ ગુજરાતે કર્યુંઃ PM મોદી

વધુમાં તેમણે કહ્યું કે, ઇતિહાસ સાક્ષી છે, ખાદીનો એક ધાગો આઝાદીના આંદોલનની તાકાત બની ગયો હતો. તેણે ગુલામીની જંજીરોને તોડી નાખી હતી. એજ ધાગો હવે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવાનો પ્રેરણા સ્ત્રોત પણ બની શકે છે. એક દિવો ગમે એટલો નાનો કેમ ન હોય, તે અંધારાને પરાસ્ત કરી દે છે. ગુજરાતનો ખાદી સાથે ખાસ સંબંધ રહ્યો છે. ખાદીને ફરી જીવનદાન કરવાનું કામ ગુજરાતની આ ધરતીએ કર્યું છે.

15 ઓગસ્ટના રોજ આપેલા પંચપર્ણને PM મોદીએ ફરી યાદ કરાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખાદી ઉત્સવ ભવિષ્યના ઉજ્જવલ ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની પ્રેરણા છે. ત્યારે 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી પંચપ્રણોની મેં વાત કરી છે.

1. દેશની સામે વિરાટ લક્ષ્ય વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય
2. ગુલામીની માનસિકતાનો સંપૂર્ણ રીતે ત્યાગ
3. પોતાની વિરાસત પર ગર્વ
4. રાષ્ટ્રની એકતા વધારવાનો પૂરજોશ પ્રયાસ
5. તમામ નાગરિકનું કર્તવ્ય

ખાદી ફોર ફેશનની કરી વાત 

પ્રધાનમંત્રી મોદીએ ખાદીના ઉત્પાદનમાં વધારાની વાત કરતા જણાવ્યું હતું કે, આઝાદી સમયે ખાદી ફોર નેશનનું સૂત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ખાદી ફોર ફેશન સૂત્ર અપાયું છે અને હવે ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન સૂત્ર જોડાયું છે. ખાદી ઉત્સવમાં પણ આજે આઝાદીનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે,ખાદીનો એક-એક દોરો આંદોલન ની તાકાત બન્યો અને ગુલામી ની જંજીરો તોડી. 

અટલજીને કર્યાં યાદ 

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણ સમયે અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અટલજીને ખૂબ પ્રેમ આપ્યો. સાથે જ તેમણે જણાવ્યું કે, અટલજી 1996માં ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ ફૂટ ઓવરબ્રિજ માત્ર સાબરમતી નદીના કિનારાને જ નથી જોડતો પરંતુ બ્રિજની એક વિશેષતા પણ છે, તેની બનાવટમાં પતંગ મહોત્સવનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

મારું બાળપણ યાદ આવી ગયું : PM 

મારા માટે આજે આ ચરખો ચલાવવો મારા માટે ભાવૂક પળ હતી, કારણ કે મને મારા બાળપણની વાત તાજી થઈ ગઈ. અમારા ઘરના એક ખૂણે આવો ચરખો રહેતો હતો, જ્યાં મારી માતા આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે ચરખો કાંતતી હતી. આ તમામ સંસ્મરણો આજે ફરી તાજા થયાં છે. 

અટલ બ્રિજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન 

સંબોધનની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ સાબરમતી નદીને યાદ કરતા જણાવ્યું હતું કે આ કિનારો આજે ધન્ય થઈ ગયો છે, આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે 7500 ચરખા પર ભાઈઓ અને બહેનોએ એક સાથે ચરખો કાંતીને એક ઇતિહાસ રચી દીધો છે. આ મારું સૌભાગ્ય છે કે મને પણ ચરખો કાંતવાની તક મળી. 

અટલ બ્રિજનું પ્રધાનમંત્રીએ કર્યું લોકાર્પણ

રિવરફ્રન્ટ પર 94 વર્ષ જુનો PM મોદીએ ચરખો કાંત્યો 

No description available.

PM મોદીએ ખાદીને પ્રોત્સાહન મળે એ માટે અનેક વખત જાહેર મંચો પરથી આહવાન કર્યું છે તો અનેકવિધ પગલાંઓ પણ લીધા છે સાથે સાથે Khadi for fashion, Khadi for nation and khadi for transformationનું સૂત્ર આપ્યું છે. ત્યારે આજથી પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદી ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાંથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર જ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી. બાદમાં તેઓ ખાદી મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ખાદી મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીએ રેટિંયો કાંતી રહેલી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. તો બાદમાં પોતે પણ ચરખો કાંત્યો હતો.

No description available.

ખાદી મહોત્સવમાં મહિલાઓ સાથે કરી હળવી વાતચીત

પ્રધાનમંત્રી મોદીએ ખાદી મહોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે અહીં રેટિંયો કાંતવાની કામગીરીના નિરીક્ષણ કરતા સમયે મહિલાઓ સાથે વાતચીત કરી હતી.

7500 મહિલાઓ અને પુરૂષો એક સાથે ચરખો કાંત્યો

આ ખાદી ઉત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરોનું આવુ આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈકલર અંગવસ્ત્ર પહેરશે. કાર્યક્રમને લઈ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

એરપોર્ટ પર હાઈલેવલ બેઠક પૂર્ણ, રિવરફ્રન્ટ જવા PM મોદી રવાના

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાઈ લેવલ બેઠક 2 કલાક જેટલા સમયબાદ પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ તેઓ રિવરફ્રન્ટના ખાદી ઉત્સવમાં જવા રવાના થયાં હતા. 

સાંજે 5 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પર જ રોકાશે

પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે ત્યારે તેઓ સાંજે 5 વાગ્યા સુધી એરપોર્ટ જ રોકાશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ સાંજ સુધી એરપોર્ટ રોકાશે. પ્રધાનમંત્રી એરપોર્ટ પર જ બેઠક યોજશે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રીના સ્વાગત માટે કે.કૈલાશનાથન, મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજ કુમાર, DGP આશિષ ભાટિયા અને અમદાવાદ પોલીસ કમિશનર  સંજય શ્રીવાસ્તવ એરપોર્ટ પહોંચ્યા હતા.

  • PM મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
  • CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CR પાટીલ સહિત મહાનુભવોએ કર્યું સ્વાગત
  • PM મોદીનું સ્વાગત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CR પાટીલ કે.કૈલાશનાથન, મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજ કુમાર, DGP આશિષ ભાટિયા અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર હાજર.

જુઓ PM મોદીનો 2 દિવસીય સંપૂર્ણ કાર્યક્રમ

  • સાંજે 5 વાગ્યા સુધી PM મોદી અમદાવાદ એરપોર્ટ પર જ રોકાઇ શકે છે
  • મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે PM મોદી કરી શકે છે બેઠક
  • સાંજે 5 વાગ્યે ખાદી ઉત્સવ રિવરફ્રન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
  • સાંજે 7 કલાકે સભા સ્થળેથી રાજભવન જવા રવાના થશે.
  • કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે. 
  • તા. ૨૮ ઓગષ્ટ ૨૦૨૨ રવિવારે સવારે 10 કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદ્ઘાટન કરશે.
  • સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે. 
  • બપોરે ૧૨.૦૦ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે.
  • મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.
  • અંદાજે સાંજે ૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.

આજે રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું ભવ્ય આયોજન

PM મોદીએ ખાદીને પ્રોત્સાહન મળે એ માટે અનેક વખત જાહેર મંચો પરથી આહવાન કર્યું છે તો અનેકવિધ પગલાંઓ પણ લીધા છે સાથે સાથે Khadi for fashion,Khadi for nation and khadi for transformation નું સૂત્ર આપ્યું છે ત્યારે આવતીકાલે પીએમ મોદી ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જેમાંથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીએ આપેલા આઝાદી કા અમૃત મહોત્સવના આહ્વાહન હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નિર્ણાયક બનેલી ખાદીની મહત્તાને દર્શાવવા અને ભાવાંજલિ આપવા 27 ઓગસ્ટ 2022ના ખાદી ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કાર્યક્રમનું સમાપન સત્ર PM મોદી દ્વારા સંબોધિત થશે.

PM મોદી આજે અટલ ફૂટ ઓવર બ્રિજનું કરશે લોકાર્પણ

અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાવા જઇ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. AMC અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા PM મોદીને લોકાર્પણ માટે આમંત્રણ આપતા 27 ઓગસ્ટે ઇ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે. આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ હશે. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લેવામાં આવી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.

PM મોદી ચરખો પણ કાંતશે

પીએમ મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંતશે. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગપ્રધાન પણ સંબોધન કરશે. KVIC મુજબ ખાદીના ઉત્પાદનમાં 172 ટકા વધારો થયો છે અને 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં 1920ના દાયકાથી અત્યારસુધી ઉપયોગમાં લેવાતા ચરખાની વિવિધ પેઢીઓના 22 ચરખાને પ્રદર્શિત કરીને ચરખા ઉત્ક્રાંતિને પણ દર્શાવવામાં આવશે. આ ચરખા ઉત્ક્રાંતિમાં યરવડા ચરખાની સાથોસાથ બીજા અનેક ચરખાનો પણ સમાવેશ થશે. જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ચળવળથી લઈને આજના સમયમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ ટેક્નોલોજી સાથેના ચરખાઓનું પ્રતીક બનશે. આ ચરખા ઉત્ક્રાંતિ પ્રદર્શનની પીએમ મોદી દ્વારા મુલાકાત લેવામાં આવશે અને સાથે જ પોન્ડુરુ ખાદીના ઉત્પાદનનું જીવંત નિદર્શન પણ કરવામાં આવશે.

સ્મૃતિવન

જુઓ આવતીકાલનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ

  • સવારે 9.00 કલાકે ભુજ રવાના જશે
  • સવારે 10 કલાકે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ
  • સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ
  • સાંજે 5.00 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ
  • રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના

આવતીકાલે કચ્છમાં 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું કરશે લોકાર્પણ

તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. PM મોદી 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે. જેના લીધે કેનાલથી 948 ગામ અને 10 શહેરોને પાણીનો લાભ મળશે. 28 ઓગસ્ટના રોજ PM મોદી ગાંધીનગર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ