ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:08 AM, 6 February 2025
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી દુનિયામાં અનિશ્ચિતતાનો સમય શરૂ થયો છે. મેક અમેરિકા ગ્રેટ અગેનના નારા સાથે સત્તામાં આવેલા ટ્રમ્પ વેપારમાં સમાનતાની વાત કરીને અન્ય દેશો પર ટેરિફ (આયાત ડ્યુટી) લાદી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાંથી ચીન પર ટેરિફ પહેલાથી જ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ એક મહિના માટે મુલતવી રાખવામાં આવ્યો છે. આ દરમિયાન એવી આશંકાઓ પણ ઉઠી રહી છે કે અમેરિકા ભારત પર પણ ટેરિફ લાદી શકે છે. એવામાં આ આશંકાઓને દૂર કરવા માટે મોદી સરકાર સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે.
ADVERTISEMENT

12 ફેબ્રુઆરીની રાત્રે અમેરિકા પહોંચશે પીએમ મોદી
ADVERTISEMENT
માહિતી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રમ્પને શાંત કરવા માટે આવતા અઠવાડિયે અમેરિકાના એક દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. જોકે, પીએમ મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે 12 ફેબ્રુઆરીએ મોડી રાતે તેઓ વોશિંગ્ટન પહોંચશે, જ્યાં 13 ફેબ્રુઆરીએ પીએમ મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત થશે. ટ્રમ્પ પીએમ મોદીના માનમાં એક રાત્રિભોજનનું પણ આયોજન કરી શકે છે. આ પછી 14 ફેબ્રુઆરીએ વહેલી સવારે પીએમ મોદી ભારત આવવા નીકળી જશે. ગયા અઠવાડિયે, વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું હતું કે નવી દિલ્હી પીએમ મોદીની અમેરિકાની વહેલી મુલાકાત માટે વોશિંગ્ટન સાથે કામ કરી રહ્યું છે.

ADVERTISEMENT
નેતન્યાહૂ પછી ટ્રમ્પને મળનારા બીજા નેતા
બીજા કાર્યકાળ માટે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી વડાપ્રધાન મોદીની અમેરિકાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે. ટ્રમ્પના બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળ્યા પછી, પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં તેમને મળનારા બીજા વૈશ્વિક નેતા બનશે. તેમના પહેલા ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમને મળવા અમેરિકા પહોંચ્યા છે. પોતાની મુલાકાત દરમિયાન, પીએમ મોદી ટ્રમ્પના વલણને શાંત કરવાનો પ્રયાસ કરશે. આ માટે, વધુ અમેરિકન ઉત્પાદનો ખરીદીને વેપારના મુદ્દાઓ પર ટ્રમ્પને સંતુષ્ટ કરવા એ ભારતની રણનીતિનો એક ભાગ હશે. બંને દેશો વચ્ચે ક્વાડ, સંરક્ષણ સહયોગ, કૃત્રિમ બુદ્ધિ, પરમાણુ ઉર્જા જેવા મુદ્દાઓ પર મોટી જાહેરાતો થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકામાં પોલીસ કેવી રીતે ગેરકાયદે રહેનારાને ઓળખી કાઢે છે? ભારત નહીં આ દેશના લોકો અવલ્લ
એલન મસ્ક સાથે પણ થઈ શકે છે મુલાકાત
ADVERTISEMENT
પીએમ મોદીની તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ટ્રમ્પના સલાહકાર અને અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક સાથે પણ મુલાકાત થઈ શકે છે. જોકે બંને વચ્ચેની આ મુલાકાતની કોઈ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ સાથેની મુલાકાતમાં મસ્ક હાજર રહેશે અથવા તેઓ વિલાર્ડ હોટેલમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે. મસ્ક પીએમ મોદીના સમર્થક રહ્યા છે અને ઘણી વાર તેમની પ્રશંસા કરી ચૂક્યા છે. પીએમ મોદીએ 2015 માં અમેરિકાની મુલાકાત દરમિયાન પહેલી વાર કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ટેસ્લા ફેક્ટરીની મુલાકાત લીધી હતી. ત્યારથી, તેમની વચ્ચે એક પર્સનલ કેમેસ્ટ્રી બની, જે આજે પણ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT