બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / PM Modi speaks with UK PM, raises security issue of Indian diplomatic establishments

હાઈ પ્રોફાઈલ ટોક / 'ભાગેડુઓ જલદી ભારતને સોંપો', PM મોદીએ બ્રિટનના PM સુનકને ઘુમાવ્યો ફોન, બન્ને નેતાઓએ ઘણા મુદ્દે કરી ચર્ચા

Hiralal

Last Updated: 10:47 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે રાતે પીએમ મોદીએ બ્રિટનના પીએમ ઋષિ સુનકને ફોન કરીને ભારતીયો પરના હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને જવાબદાર તત્વો સામે કડક પગલાં ભરવાનું જણાવ્યું હતું.

  • ગુરુવારે રાતે પીએમ મોદીએ બ્રિટનના પીએમ ઋષિ સુનકને ઘુમાવ્યો ફોન
  • બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પરના હુમલાને લઈને દર્શાવી ચિંતા
  • સુનકને કહ્યું- ભારત વિરોધી તત્વો સામે કડક પગલાં ભરો
  • મોદીએ સુનકને કહ્યું- ભારતના ભાગેડુને જલદી સોંપો 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પોતાની વાતચીતમાં બ્રિટનમાં 
રાજદ્વારી પરિસરની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. પીએમ મોદીએ સુનક સાથે વેપાર અને આર્થિક ક્ષેત્રે ભાગીદારી અંગે ચર્ચા થઈ હતી. 

ભારતના ભાગેડુના પ્રત્યાર્પણનું કામ કેટલે પહોંચ્યું, પીએમ સુનક પાસેથી જાણ્યું  
વડા પ્રધાન મોદીએ સુનકની સામે આર્થિક અપરાધીઓને ભારત છોડીને ભાગી જવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતમાં લોકો સરકારી ખજાનાને લૂંટીને બ્રિટનમાં છુપાઈ જાય છે. મોદીએ સુનકને આવા ગુનેગારોને વહેલી તકે પ્રત્યાર્પણ કરવા જણાવ્યું હતું જેથી તેમને ભારતીય કાયદા હેઠળ સજા થઈ શકે. 

ભારત વિરોધી તત્વોની સામે ડર્યા વગર કાર્યવાહી કરો
મોદીએ સુનકને કહ્યું કે, યુકેમાં ભારત વિરોધી તત્વો માટે ડર્યા વગર કાયદો હાથમાં લેવો ચિંતાજનક છે. પીએમે કહ્યું કે બ્રિટને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. 

પીએમ સુનકે મોદીને આપ્યો ભારતીય દુતાવાસોની સુરક્ષાનો ભરોસો 
આના પર બ્રિટિશ પીએમ સુનકે પીએ મોદીને ભરોસો અપાવ્યો કે બ્રિટનમાં ભારતના દૂતાવાસોની સુરક્ષામાં કોઈ ચૂક નહિ થાય. તેમણે કહ્યું કે લંડનમાં જે રીતે ભારતીય હાઈકમિશન પર હુમલો થયો તેને સ્વીકારી શકાય નહીં. આ વાતચીતમાં બ્રિટિશ પીએમ સુનકે ભારતની અધ્યક્ષતામાં ચાલી રહેલા જી-20ની ઉજવણી માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ