બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi said a month ago today I was in Ayodhya and today in Valinath

તરભ વાળીનાથ મહાદેવ / 'ઠીક એક મહિના પહેલા હું અયોધ્યામાં હતો, અને આજે વાળીનાથમાં', તરભથી PM મોદીએ રામ મંદિરને વાગોળ્યું

Priyakant

Last Updated: 02:36 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tarabh Valinath Mahadev PM Modi: પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ જય વાળીનાથથી સંબોધન શરૂ કર્યું અને કહ્યું, આજે તો વાળીનાથે વટ પાડી દીધો

Tarabh Valinath Mahadev : વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ જય વાળીનાથથી સંબોધન શરૂ કર્યું હતું. PM મોદીએ કહ્યું કે, આજે ધણા બધા જુના જોગીઓના દર્શન કરવા મળ્યા. આ સાંભળતા જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. PM મોદીએ ઉમેર્યું કે, આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. આગાઉ ધણીવાર અહીં આવ્યો છું પણ આજે તો કંઈક અલગ જ વાત છે. 

PM મોદીએ કહ્યું કે, આજના દિવસે એક સંયોગ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. લોકોની સુવિધા માટે આજે 13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું છે. જેનાથી લોકો માટે રોજગાર માટે નવું અવસર બનશે. PM મોદીએ કહ્યું કે, આજે હું દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યો છે. આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતી જયરામગીરી બાપુને વંદન કરું છે. બળદેવગીરી બાપુ જોડે મારું ગાઢ નાતો હતો. 2016માં તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.

આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી. તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતીનો પ્રતિક છે. બળદેવગીરી બાપુ જોડે જ્યારે હું વાત કરતો ત્યારે હું આ સમાજના બાળકો માટેના શિક્ષણની વાત કરતો હતો. PM મોદીએ કહ્યું કે, આ મોદીની ગેરંટીનું લક્ષ એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવનધોરણ સુધરવાનું છે. દેશમાં અત્યારે એક બાજું દેવાલયો બની રહ્યાં છે તો બીજી બાજું ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહ્યું છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યું હતું. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું.

એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં...
PM મોદીએ કહ્યું કે, બરાબર એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં હતો. ત્યાં મને ભગવાન રામલલાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક ઘટનામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું. તે પછી 14 ફેબ્રુઆરી (વસંત પંચમી)ના રોજ મને અબુધાબીમાં ખાદી દેશોના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાની તક મળી. માત્ર 2-3 દિવસ પહેલા જ મને ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનો મોકો પણ મળ્યો. હવે આજે મને અહીં તરભના આ ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પૂજા કરવાનો લહાવો મળ્યો છે.

વધુ વાંચો: વાળીનાથ મંદિરમાં PM મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા, જળાભિષેક સાથે કરાઇ અલૌકિક પૂજા-અર્ચના

ભગવાનનું કામ હોય કે દેશનું કામ બંને ઝડપથી થઈ રહ્યા છે
PM મોદીએ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ભારતની વિકાસ યાત્રામાં આ એક શાનદાર સમયગાળો છે. આ એવો સમય છે જ્યારે ભગવાનનું કામ હોય કે દેશનું કામ, બંને ઝડપથી થઈ રહ્યા છે. ભગવાનની સેવા પણ થઈ રહી છે અને દેશની સેવા પણ થઈ રહી છે. PM મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં આઝાદી બાદ વિકાસ અને વિરાસત વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. PM મોદીએ વધુમાં કહ્યું કે,આજે હું આ પવિત્ર ભૂમિ પર દૈવી ઉર્જાનો અનુભવ કરી રહ્યો છું. આ ઉર્જા આપણને હજારો વર્ષોથી ચાલતી આધ્યાત્મિક ચેતના સાથે જોડે છે. જેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે પણ છે અને મહાદેવ સાથે પણ છે. સેંકડો વર્ષ જૂનું આ મંદિર આજે 21મી સદીની ભવ્યતા અને પ્રાચીન દિવ્યતા સાથે બનાવવામાં આવ્યું છે. આ મંદિર પણ સેંકડો કારીગરો અને શ્રમિકોના વર્ષોની અથાક મહેનતનું પરિણામ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ