બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pran Pristha of Shivalinga by PM Modi in Valinath Temple

તરભ વાળીનાથ મહાદેવ / વાળીનાથ મંદિરમાં PM મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા, જળાભિષેક સાથે કરાઇ અલૌકિક પૂજા-અર્ચના

Priyakant

Last Updated: 01:54 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tarabh Valinath Mahadev Latest News: મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે PM મોદીએ ગર્ભગૃહમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી

Tarabh Valinath Mahadev : મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે PM મોદીએ ગર્ભગૃહમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અહીં PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે.
 
PM મોદીએ વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળીનાથ ધામ ખાતે 1 કલાક 25 મિનિટ જેટલું રોકાશે. જેમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. 13000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી સભા સ્થળે પહોંચ્યા. જ્યાં તેઓએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અહિં તેઓ લોકોને સંબોધશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરભ વાળીનાથ મંદિરે ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરભ વાળીનાથ ધામ પહોંચ્યા છે. જ્યાં તેઓએ હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. PMના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વધુ વાંચો : ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતિક એટલે Amul', PM મોદીના હસ્તે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ

જાણો કેવું છે તરભ શિવધામ વાળીનાથ મંદિર ? 
આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે જેના મુખ્ય ગર્ભ ગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ જમણી બાજુએ બીજા ગર્ભ ગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભ ગૃહમાં કુળદેવી પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામવાની છે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યાથી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટ ભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંત થી નિર્માણ પામ્યું છે મંદિરમાં 68 ધર્મ સ્થંભો ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલ પથ્થર નું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે. ઐતિહાસિક નુતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પ કલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ