બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Launch of new 5 projects of Amul by PM Modi

ગુજરાત પ્રવાસ / 'ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતિક એટલે Amul', PM મોદીના હસ્તે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ

Priyakant

Last Updated: 01:03 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Ahmedabad Latest News: PM મોદીએ કહ્યું, ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી

PM Modi In Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે. આ દરમિયાન આજે સવારે PM મોદી અમદાવાદ પહોંચ્યા અનેગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે.

અહીં PM મોદીએ પોતાના સંબોધનમાં PM મોદીએ અમૂલ બ્રાન્ડની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને તેને સહકારની શક્તિ ગણાવી. તેમણે કહ્યું કે, આજે નાના પશુપાલકોનું આ સંગઠન જે મોટા પાયા પર કામ કરી રહ્યું છે તે સંગઠનની તાકાત છે. સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને આ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.

PM મોદીએ કહ્યું કે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ... ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી. આજે અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. PM એ કહ્યું કે, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ.

વધુ વાંચો: PM મોદી આજે વાળીનાથ ધામમાં: કરશે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો મંદિરની ખાસિયત

PM મોદીએ કહ્યું, ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ સ્ત્રી શક્તિ 
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે PM મોદીએ કહ્યું કે, અમૂલ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ સ્ત્રી શક્તિ છે. અમૂલ એ એક ઉદાહરણ છે કે કેવી રીતે આગળ વિચારીને લીધેલા નિર્ણયો ક્યારેક ભવિષ્યની પેઢીઓનું ભાગ્ય બદલી નાખે છે. અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે વૃક્ષ વાવ્યું હતું તે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. GCMMFની સુવર્ણ જયંતિની ઉજવણીમાં 1.25 લાખથી વધુ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. GCMMF એ સહકારી સંસ્થાઓની એકતા તેમની સાહસિકતા અને ખેડૂતોની દ્રઢતાનો પુરાવો છે, જેણે અમૂલને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ્સમાંની એક બનાવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

GCMMF pm modi in ahmedabad અમૂલ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Modi in ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ