બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm modi leaves for a visit to the american state

PM Modi US Visit / PM મોદી અમેરિકા જવા રવાના: બાયડન સાથે પ્રાઇવેટ ડિનરથી લઇને 6 મોટી ડીલનું પ્લાનિંગ, જાણો મુલાકાતની ખાસ વિગતો

Arohi

Last Updated: 08:50 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી પોતાની પહેલી સ્ટેટ વિઝિટ પર અમેરિકા રવાના થઈ ચુક્યા છે. PM મોદીનો આ પ્રવાસ ઘણા હદ સુધી ઔતિહાસિક થવાનો છે. કારણ કે આ પ્રવાસમાં પહેલી વખત આવું થવા જઈ રહ્યું છે. જ્યારે કોઈ પ્રધાનમંત્રી બીજી વખત અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

  • PM મોદીની પહેલી સ્ટેટ વિઝિટ 
  • અમેરિકા જવા રવાના થયા PM મોદી
  • ઔતિહાસિક બની શકે છે PM મોદીનો આ પ્રવાસ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પહેલા રાજકીય પ્રવાસ પર મંગળવાર સવારે રવાના થઈ ગયા છે. તેમનો અમેરિકી પ્રવાસ 21 જૂનથી શરૂ થઈને 24 જૂને પુરો થશે. અહીંથી પ્રધાનમંત્રી મિસ્ત્રના પ્રવાસ પર જશે. 

 

PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુએસની ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના આમંત્રણ પર અમેરિકા ગયા છે. તેમની આ વિઝિટની ખાસ વાત એ છે કે આ બીજી વખત અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરનાર પહેલા ભારતીય PM હશે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં થશે શામેલ 
પ્રધાનમંત્રીનો આ પહેલો ઓફિશ્યલ યુએસ પ્રવાસ છે. જોકે આ પહેલા તે લગભગ છ વખત અમેરિકાના દ્વિપક્ષીય અને ઓફિશ્યલ પ્રવાસ કરી ચુક્યા છે. PM મોદી અહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં શામેલ થશે તો ત્યાં જ વ્હાઈટ હાઉસમાં આયોજીત કરેલા રાત્રિભોજનનો પણ સ્વાદ ઉઠાવશે. 

વધશે ભારતની તાકાત 
PM મોદીના આ પ્રવાસમાં ભારત-અમેરિકાની વચ્ચે ભારતને સુપરપાવર બનાવવા વાળી અત્યાર સુધીની સૌથી મોટી ડિફેંસ ડીલ થવાની છે. 21 જૂનથી PM મોદીના અમેરિકી પ્રવાસ પર આ ડીલ ફાઈનલ થશે. જેનાથી ભારતની તાકાત ઘણી વધી જશે.  

PM મોદીના આ પ્રવાસથી પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન ભારત આવશે અને તેમણે PM મોદી સાથે મુલાકાત કરી. જેક સુલિવનને આ મેગા ડિફેંસ ડિલના સુત્રધાર માનવામાં આવે છે. તેમની સાથે મળીને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ વર્ષે જાન્યુઆરીના બાદ જબરદસ્ત કામ કર્યું. 

ભારતમાં જીઈ-414 જેટ એન્જિનનું નિર્માણ 
ચીનની કોમ્પિટીશન કરવા માટે ભારતને પોતાના લડાકૂ વિમાનોમાં ઝડપથી વધારો કરવાની જરૂર છે. આ સમયે તેજસ માર્ક-2 માટે નવા એન્જીનની જરૂર હતી PM મોદીના અમેરિકી પ્રવાસમાં GE F414 Engineનું નિર્માણ ભારતમાં થવા પર મોહર લાગી ગઈ છે. તેનાથી જેટ એન્જિન ભારતમાં બનવા લાગશે. તેના માટે અમેરિકા ટેક્નોલોજી ટ્રાન્સફર પર સહમત થઈ ગયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ