બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / PM Modi is on a 2-day visit to Gujarat to participate in the Vibrant Summit

ગાંધીનગર / PM મોદીનું ગુજરાતમાં વાયબ્રન્ટ સ્વાગત, CM સહિત આ નેતાઓએ અમદાવાદ એરપોર્ટ પર આવકાર્યા

Dinesh

Last Updated: 11:30 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Summit 2024: પીએમ મોદી મંગળવારે સવારે 9.30 કલાકે મહાત્મા મંદિર ખાતે તીમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ અને 5 ગ્લોબલ કંપનીઓના CEO સાથે બેઠક કરશે

  • વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા PM મોદીનું ગુજરાત આગમન
  • PM મોદીની 2 દિવસની ગુજરાત મુલાકાતમાં અનેક કાર્યક્રમો 
  • 10મીએ વાયબ્રન્ટ સમિટનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન


Vibrant Summit 2024: ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી વચ્ચે ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરાયું છે. ત્યારે ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે, PM મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલે સ્વાગત કર્યું છે. જ્યાંથી તેઓ રાત્રી રોકાણ માટે રાજભવન ખાતે જશે. ગ્લોબલ સમિટના આયોજનને લઇને પીએમ મોદીનો કાર્યક્રમની વાત કરીએ.

પીએમ મોદી આજે રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે
અમદાવાદ એરપોર્ટ પર આજે રાત્રે ઉતરાણ બાદ પીએમ મોદી સીધા રાજભવન ખાતે ગયા છે. જ્યાં પ્રધાનમંત્રી માટે રાત્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. જ્યારે મંગળવારે સવારે 9.30 કલાકે PM મોદી મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં પીએમ મોદી તીમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ અને 5 ગ્લોબલ કંપનીઓના CEOના સાથે બેઠક કરશે. આ બેઠકમાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ ભાગ લેશે. આ બેઠક બાદ પીએમ મોદી સાંજે 3 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવશે. 

મંગળવારે UAEના રાષ્ટ્રપતિ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે
સાંજે 4 વાગે પીએમ મોદી મહાત્મા મંદિર ખાસે ઉપસ્થિત રહેશે. જે બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર 5 વાગે UAEના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરશે. જે બાદ મંગળવારે સાંજે હોટેલ લીલા ખાતે પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. આ પ્રસંગે ભારત અને UAE વચ્ચે ખાસ ટ્રેડ અને ટેક્નોલોજી મુદ્દે MOU થવાની શક્યતા છે. તો હોટેલ લીલા ખાતે પ્રધાનમંત્રી મોદી રાત્રિ ભોજન લેશે. 

બુધવારે વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવ
જે બાદ બુધવારે સવારે 10 વાગે પીએમ મોદી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવશે. ઉદ્ઘાટન સમારોહ બાદ PM મોદી ગ્લોબલ CEO સાથે બેઠક યોજશે. જે બાદ સાંજે 5 કલાકે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજરી આપશે. જે બાદ સાંજે સાડા સાત કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ