બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / pm modi in kutch kk super speciality hospital

લોકાર્પણ / ભગવાન કરે કોઈને અહીં આવવું જ ન પડે! PM મોદીએ કચ્છમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં લોકાર્પણમાં શું કહ્યું જુઓ

Mayur

Last Updated: 11:47 AM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ કચ્છવાસીઓ અને ગુજરાતીઓને પાઠવ્યા અભિનંદન. તેમણે આરોગ્ય ક્ષેત્ર માટે કેટલીક મહત્વની વાતો પણ કરી હતી.

  • કચ્છમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ 
  • PM મોદીએ સ્વાસ્થ્ય જાળવવા માટે કેટલીક સલાહો આપી 
  • કોરોનામાં હળદરનું એક્સપોર્ટ વધ્યુ, કારણ કે દુનિયા ફરી યોગ અને આર્યુવેદ તરફ વળી રહી છે: PM મોદી

પ્રધાનમંત્રી મોદીએ કચ્છવાસીઓ અને ગુજરાતીઓને આરોગ્યના આટલા મોટાં કામ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભુજ અને કચ્છનાં લોકો ભૂકંપ બાદ ઊભા થઈને હવે પોતાના પરિશ્રમથી આ વિસ્તારનું નવું ભાગ્ય લખી રહ્યા છે.  

હવે ગરીબ અને મિડલ ક્લાસ લોકોના સ્વાસ્થ્ય પાછળ ખર્ચાતા લાખો રૂપીયા બચી રહ્યા છે. દેશમાં આજે ડઝનો એઇમ્સની સાથે અનેક સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. 

દેશના દરેક જિલ્લામાં હોસ્પિટલ્સ ખૂલી રહી છે. ડોકટરોની સંખ્યા પણ વધારવાનું આપણું લક્ષ્ય છે. 

સમાજ પ્રત્યે સંવેદના એ આપણી મોટી મૂડી છે. તમે કોઈ પણ જગ્યાએ જાવ અને કહો કે કચ્છી છું એટલે તમે એમના થઈ જાવ કહો. કચ્છનો ક હવે કર્તૃત્વનો 'ક' તરીકે ઓળખાય એવી રીતે તમે સૌ ડગ માંડી રહ્યા છો. 

કચ્છમાં ભૂકંપથી જે દર્દનાક સ્થિતિ હતી અને ત્યારે જે મારો ઘનિષ્ઠ નાતો જોડાઈ ગયો તેના કારણે ના હું કચ્છને છોડી શકું, ના કચ્છ મને છોડી શકે: PM મોદી

 

આશીર્વાદ સમાન સાબિત થશે સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ

મહત્વનું છે કે કચ્છના લોકોએ અદ્યતન સારવાર લેવા માટે અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કો ખાવો પડતો હતો. વળી ટ્રોમા સેન્ટર જેવી સુવિધાઓ નહી હોવાને કારણે દર્દીઓના રસ્તામાં જ મોત થતા. વળી જો દર્દીની હાલત વધારે ગંભીર હોય તો  ભુજ ખાતે તબીબો હાથ અધ્ધર કરી લે એટલે ફરજિયાત પણ અમદાવાદ કે રાજકોટ સુધી લાંબુ થવુ પડતુ. આવી સ્થિતિમાં આઇસીયુ ઑન વ્હિલ જેવી સુવિધા ન હોવાને કારણે દર્દીએ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાવાનો વારો આવતો. તેમાં પણ  પશ્ચિમ કચ્છથી પૂર્વ કચ્છ તરફ જતા રસ્તે ભૂજોડી ઓવરબ્રિજ નજીક સતત રહેતી ટ્રાફિકની સમસ્યાને કારણે દર્દીએ હોસ્પિટલ પહોંચવામાં ઘણો સમય લાગી જતો. આ તમામ સ્થિતિને ધ્યાને રાખીને  કચ્છી લેવા પટેલ સમાજે દ્વારા  સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ  બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું 

કે.કે.પટેલ હોસ્પિટલમાં કેવી છે સુવિધા ?

અંદાજિત 200 કરોડ ના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 200 એકર જમીનમાં પથરાયેલી આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા છે.  આ હોસ્પિટલમાં યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયાક, ઓનકોલોજી અને ટ્રોમા સેન્ટરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો કેન્સર, કિડની તેમજ ગંભીર અકસ્માતોની સારવાર આ કે. કે. પટેલ હોસ્પિટલ ખાતે જ લોકોને મળી રહેશે. આ હોસ્પિટલને મેગા સિટી જેવી હોસ્પિટલો જેવી સેવારૂપ બનાવવા અમદાવાદના સિમ્સ હોસ્પિટલ સાથે કરાર કરી ત્યાંના તબીબોને પણ અહીં નિમણુંક કરવામાં આવ્યા છે.અત્યાધુનિક મશીન અને ડોક્ટરના સ્ટાફ સાથે આ હોસ્પિટલમાં 200 બેડની ક્ષમતા છે.. જેમાં સાધુ સંતો માટે અલગ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કોઈને આ હોસ્પિટલમાં આવવું જ ન પડે 

PM મોદીએ કહ્યું હતું કે હું તો ઈચ્છું છું કે કોઈએ આ હોસ્પિટલમાં આવવું જ ન પડે. આપણે સ્વાસ્થ્યની અને સ્વચ્છતાની કાળજી લેતા થઈએ તો રોગ થાય જ નહીં અને સ્વસ્થ જ રહીએ. તેમણે કહ્યું હતું કે કોરોનામાં હળદરનું એક્સપોર્ટ વધ્યુ, કારણ કે દુનિયા ફરી યોગ અને આર્યુવેદ તરફ વળી રહી છે.

તેમણે કહ્યું હતું કે કચ્છની મહેમાનગતિના આખા હિન્દુસ્તાનમાં વખાણ થઈ રહ્યા છે, તો હવે વિદેશીઓ પણ અહીં આવતા થાય એવું કરીએ. જો હવે વિદેશમાં રહેતાં લોકો પાંચ પરિવારોને મોકલે તો કચ્છ હર્યુંભર્યું થઈ જાય: PM મોદી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ