બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi in Chhattisgarh while talking about caste census said that congress is trying to divide hindus

છત્તીસગઢ / 'હિન્દુઓમાં ભાગલા કરી રહી છે કોંગ્રસ..સંસાધનોમાં પહેલો હક..', જાતિ આધારિત વસ્તી ગણતરી પર PM મોદીનું મોટું નિવેદન

Last Updated: 04:49 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ છત્તીસગઢમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ અને રાજ્યની ભૂપેશ બઘેલ સરકાર પર હુમલો કર્યો. કહ્યું કે કોંગ્રેસ કહે છે જેટલી આબાદી એટલા હક પણ હું કહું છું કે મારા માટે ગરીબ સૌથી મોટી આબાદી છે.

  • PM મોદીએ છત્તીસગઢમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યાં
  • કોંગ્રેસનાં નેતાઓ અને મંત્રીઓ પર પણ સાધ્યું નિશાન
  • કહ્યું કે કોંગ્રેસને દેશમાં કંઈ સારું જ નથી લાગતું

છત્તીસગઢનાં જગદલપુરમાં  PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસે ખુલાસો નથી કર્યો કે તેમણે એક અન્ય દેશની સાથે શું ગુપ્ત કરાર કર્યો છે. પરંતુ દેશ જોઈ રહ્યું છે. આ કરાર બાદ કોંગ્રેસ દેશોમાં વધારે  ભૂલો કાઢવા લાગી છે. એવું લાગે છે કે તેમને ભારતમાં કંઈ જ સારું નથી લાગતું. હું તમને વિનંતી કરું છું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓની આ નવી ચાલમાં આપણે સતર્ક રહેવું જોઈએ. 

શું હિન્દૂઓ તમામ હક લઈ લે?- PM મોદી
PM મોદીએ કહ્યું કે આજકાલ કોંગ્રેસે એક નવો રાગ આલાપવાનું ચાલું કહ્યું છે. તેઓ કહે છે કે જેટલી આબાદી એટલા હક. હું કહું છું કે આ દેશમાં જો સૌથી મોટી કોઈ આબાદી છે તો તે ગરીબ છે. તેથી ગરીબ કલ્યાણ જ મારું સૌથી પહેલું લક્ષ્ય છે. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ અલ્પસંખ્યકોનાં હક માટે બોલી રહી છે.  જો આબાદીનાં હિસાબે નક્કી કરવામાં આવે તો પહેલો હક કોને મળે?  કોની આબાદી સૌથી વધારે છે અને તેને કેટલો હક મળશે. સૌથી વધારે આબાદી હિન્દૂઓની છે તો શું હિન્દૂઓ આગળ વધીને તમામ હકો લઈ લે? PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ હિન્દૂઓને વિભાજિત કરી નષ્ટ કરવાનાં પ્રયાસો કરી રહી છે. 

'કોંગ્રેસ સ્ટીલ પ્લાંટ પર કબજો કરવો છે'
PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર ખોટી વાતો ફેલાવીને સ્ટીલ પ્લાંટ પર કબજો કરવા ઈચ્છે છે અને તેના થકી કમાણી કરવા ઈચ્છે છે. સ્ટીલ પ્લાંટ બસ્તરનાં લોકોનું છે. હું કોઈ પણ કોંગ્રેસ નેતાને આ સ્ટીલ પ્લાંટનો માલિક નહીં બનવા દઉં.

કોંગ્રેસનાં નેતાઓ પર નિશાન
PM મોદીએ જનસંબોધન દરમિયાન કહ્યું કે,' આજે અહીં દેશનાં મોટા અને આધુનિક સ્ટીલ કારખાનાનું લોકાર્પણ થયું છે. આટલો મોટો કાર્યક્રમ થયો છે તેમ છતાં છત્તીસગઢનાં એકપણ મંત્રી, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી...કોઈ ન આવ્યું. તેમનાં ન આવવા પાછળ 2 કારણો છે. 1. તેમને પોતાની સરકાર છીનવાઈ જવાની એટલી ચિંતા છે કે તેમની પાસે અહીં આવવાનો સમય જ ન બચ્યો. 2. તેમને ખબર છે કે કોઈ ભ્રષ્ટાચારી મોદી સાથે આંખો નથી મળાવી શકતું.'

સંકળાયેલા મુદ્દાઓ

Caste Census PM modi chhattisgarh congress politics છત્તીસગઢ જાતિગત જનગણના પ્રધાનમંત્રી મોદી PM modi in chhatisgarh
Vaidehi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ