બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / PM Modi gave special instructions to NDA MPs

NDA બેઠક / રક્ષાબંધન પર મુસ્લિમ મહિલાઓની વચ્ચે જાઓ...: PM મોદીએ NDAના સાંસદોને આપ્યા ખાસ નિર્દેશ, જાણો કેમ

Priyakant

Last Updated: 01:28 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NDA Meeting News: NDA બેઠકમાં હાજર કેટલાક સાંસદોએ કહ્યું કે, PM મોદીએ સમાજના દરેક વર્ગ સાથે જોડાણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને પછી મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકવાના તેમની સરકારના નિર્ણયનો ઉલ્લેખ કર્યો

  • PM મોદીએ NDAના સાંસદોને ખાસ નિર્દેશ આપ્યા
  • રક્ષાબંધને વધુમાં વધુ મુસ્લિમ મહિલાઓ સુધી પહોંચવા નિર્દેશ

PM મોદીએ NDAના સાંસદોને ખાસ નિર્દેશ આપ્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ કહ્યું કે. તેમની સરકારના ટ્રિપલ તલાક પર પ્રતિબંધના નિર્ણયથી મુસ્લિમ મહિલાઓમાં સુરક્ષાની ભાવના વધી છે. તેમણે ભાજપના નેતાઓને આગામી રક્ષાબંધનના તહેવાર દરમિયાન વધુમાં વધુ મુસ્લિમ મહિલાઓ સુધી પહોંચવા જણાવ્યું છે. 

મોદીએ સોમવારે રાત્રે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સાંસદોની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે અને અન્ય વરિષ્ઠ ભાજપના નેતાઓએ સમાજના વિવિધ વર્ગો માટે કેન્દ્ર સરકારની નીતિઓની ચર્ચા કરી વિવિધ વિકાસ પહેલની રૂપરેખા આપી હતી. 

NDA બેઠકમાં હાજર કેટલાક સાંસદોએ કહ્યું કે, PM મોદીએ સમાજના દરેક વર્ગ સાથે જોડાણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને પછી મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકવાના તેમની સરકારના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. સરકારે આ પ્રથાને ગુનો જાહેર કર્યો છે. બેઠકમાં હાજર કેટલાક સાંસદોએ કહ્યું કે, વડાપ્રધાને તેમને લઘુમતી સમુદાયોની મહિલાઓ સુધી પહોંચવા માટે રક્ષા બંધન દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવા કહ્યું હતું. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે આવશે.

મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) બિલ 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. જેમાં તાત્કાલિક ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. આ ગુના માટે પતિને જેલની સજા થઈ શકે છે. પીએમ મોદી અવારનવાર તેમની સરકારના મુસ્લિમ મહિલાઓ માટેના સુધારાના પગલાંને હાઈલાઈટ કરતા રહ્યા છે. 

તાજેતરના 'મન કી બાત' સંબોધનમાં, તેમણે કહ્યું હતું કે, આ વર્ષે 4,000 થી વધુ મુસ્લિમ મહિલાઓ 'મહેરમ' વિના હજ કરી રહી છે તે 'મુખ્ય પરિવર્તન' છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં હજ નીતિમાં કરાયેલા ફેરફારોને કારણે વધુને વધુ લોકોને વાર્ષિક હજયાત્રા પર જવાની તક મળી રહી છે. 

સંસદસભ્યોને પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓ નવા નામ 'ઈન્ડિયા' હેઠળ પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે તેમના પુરોગામી યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) અનેક કૌભાંડોથી ઘેરાયેલું હતું. તેમણે કહ્યું કે, લોકો તેને ક્યારેય સ્વીકારશે નહીં. બીજેપીએ એનડીએના સાંસદોને લગભગ 40 સભ્યોના પ્રદેશ મુજબના જૂથોમાં વહેંચ્યા છે. 

સંસદના ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન તેઓ આ જૂથોને મળશે. સોમવારે પ્રથમ બે બેઠક યોજાઈ હતી. તેમણે ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગથી કાનપુર-બુંદેલખંડ પ્રદેશ સુધીના NDAના લગભગ 45 સાંસદોની બેઠકને પણ સંબોધિત કરી હતી. ઉત્તર પ્રદેશના સાંસદોની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે સત્તારૂઢ ગઠબંધન સમાજ અને દેશની સેવા કરી રહ્યું છે અને લોકોના આશીર્વાદ મેળવી રહ્યું છે. મોદીએ સંસદસભ્યોને સરકારના કામ અંગે સકારાત્મક સંદેશ સાથે જનતામાં જવા કહ્યું અને વધુમાં વધુ સમય લોકો વચ્ચે વિતાવવા કહ્યું. તેમણે કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ભલે તેનું નામ યુપીએથી બદલીને 'ઈન્ડિયા' કરી દે, પરંતુ તે તેના 'ભ્રષ્ટાચાર અને કુશાસનના પાપો' ધોઈ શકશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ