બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / PM Modi checks on Sonia Gandhi during brief conversation in Parliament

કાયમ આવું જ રહેવું જોઈએ / સંસદમાં સુખદ દ્રશ્ય, PM મોદી બેઠક પર જઈને સોનિયા ગાંધીને મળ્યાં, બન્ને વચ્ચે શું વાત થઈ?

Hiralal

Last Updated: 02:52 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના ચોમાસા સત્રના પ્રારંભમાં વડાપ્રધાન મોદીએ લોકસભામાં સોનિયા ગાંધીને મળીને તેમના હાલચાલ જાણ્યાં હતા.

  • સંસદના ચોમાસા સત્રનો પ્રારંભ
  • પીએમ મોદી સંસદમાં સોનિયા ગાંધીને મળ્યાં 
  • સોનિયા ગાંધીના હાલચાલ જાણ્યા 
  • સોનિયાએ પીએમને મણિપુર હિંસા મામલે ચર્ચાનો કર્યો આગ્રહ 

સંસદનું ચોમાસું સત્ર શરુ થઈ ગયું છે. સરકારને આશા છે કે આ વખતે સારુ કામ થશે અને મહત્વના બીલો પાસ થઈ શકશે. જોકે વિપક્ષે પણ અનેક મુદ્દે બાંયો ચઢાવી હોવાથી આ સત્ર પણ તોફાની બની રહેવાની સંભાવના છે. આ દરમિયાન પીએમ મોદીએ એક સંસદમાં એક શુભ કામ કર્યું હતું.  

સંસદમાં સોનિયા-મોદી વચ્ચે શું વાત થઈ
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી સોનિયા ગાંધીને મળવા માટે તેમની બેઠક સુધી ગયા હતા અને તેમના ખબર-અંતર પૂછ્યાં હતા. પીએમ મોદી ગૃહમાં દાખલ થયા જે પછી તરત તેઓ સોનિયાને મળ્યાં હતા. બન્ને વચ્ચે થોડો સમય વાત પણ થઈ હતી. પીએમ મોદી અને સોનિયા ગાંધી વચ્ચે શું થયું તે અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ બંને નેતાઓ વચ્ચે શું થયું તે જણાવ્યું છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમાં મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચા કરવા વિનંતી કરી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તેમની તબિયત વિશે પણ પૂછપરછ કરી હતી.

મણિપુરમાં હિંસાના મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ-સોનિયાએ પીએમને કહ્યું 
ચૌધરીના જણાવ્યા મુજબ સોનિયા ગાંધીએ મોનસૂન સત્રના પહેલા દિવસે જ લોકસભાની અંદર વડાપ્રધાન મોદી સાથે ટૂંકી વાતચીત દરમિયાન આ માંગ કરી હતી. ગૃહની બેઠકના થોડા સમય પહેલાં જ મોદી ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોની ગેલેરી તરફ ગયા હતા અને નેતાઓનું અભિવાદન કર્યું હતું. જ્યારે તેઓ વિપક્ષની ગેલેરીમાં પહોંચ્યા ત્યારે તેમણે સોનિયા ગાંધી સાથે ટૂંકી વાતચીત કરી હતી. સામાન્ય રીતે સંસદ સત્રના પ્રથમ દિવસે નેતાઓ એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે. ચૌધરીએ કહ્યું કે વડાપ્રધાન મોદી સાથેની વાતચીત દરમિયાન સોનિયા ગાંધીએ આગ્રહ કર્યો કે મણિપુરમાં હિંસાના મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

દીકરીઓના દોષીઓને માફી નહીં-પીએમ 
ઉલ્લેખનીય છે કે સંસદમાં જતા પહેલા બહાર પીએમ મોદીએ મણિપુરમાં મહિલાઓ સાથે હેવાનિયત પર નિવેદન આપતાં દુખ વ્યક્ત કર્યું હતું કે આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શરમજનક છે અને તેનાથી આખા દેશનું અપમાન થયું છે. વડાપ્રધાને દેશવાસીઓને ખાતરી આપી હતી કે, આ કેસમાં દોષિતોને છોડવામાં નહીં આવે અને કાયદા અનુસાર કડક કાર્યવાહી કરાશે. "મણિપુરની દીકરીઓ સાથે જે થયું તેના દોષીઓને ક્યારેય પણ માફ ન કરી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ