ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદી સાથેની વાતચીતમાં ઈરાનનો મોટો ખુલાસો, કહ્યું - 'અમેરિકા-ઈઝરાયેલ ગેરંટી આપે તો જ રોકાશે યુદ્ધ'

નેશનલ / PM મોદી સાથેની વાતચીતમાં ઈરાનનો મોટો ખુલાસો, કહ્યું - 'અમેરિકા-ઈઝરાયેલ ગેરંટી આપે તો જ રોકાશે યુદ્ધ'

Published By: Pravin Joshi

Last Updated: 09:58 PM, 21 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પીએમ મોદી સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે ઈરાને યુદ્ધ શરૂ નથી કર્યું, પરંતુ અમેરિકા અને ઈઝરાયેલે વગર કારણે હુમલા કર્યા છે. તેમણે અમેરિકાને નિર્દોષ બાળકોના મોત માટે જવાબદાર ઠેરવતા યુદ્ધ રોકવા માટે અમેરિકા-ઈઝરાયેલ પાસેથી લેખિત ગેરંટીની માંગ કરી છે.

ADVERTISEMENT

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના વાદળો હવે વધુ ઘેરા બન્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પીએમ મોદીને ફોન કરીને જણાવ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને નિર્દોષ નાગરિકોના મોત થયા છે. તેમણે અત્યંત આક્રોશ સાથે દાવો કર્યો હતો કે અમેરિકાએ પાડોશી દેશોમાં આવેલા તેના સૈન્ય મથકોનો ઉપયોગ કરીને મિનાબ શહેરની એક કન્યા શાળાને નિશાન બનાવી હતી, જેમાં 168 માસૂમ બાળકીઓ જીવતી ભૂંજાઈ ગઈ હતી. પેજેશ્કિયાને સ્પષ્ટ કર્યું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયારો બનાવવાની તરફેણમાં નથી અને તેમના દેશમાં આ અંગે ધાર્મિક પ્રતિબંધો છે, છતાં ઈઝરાયેલ આખા વિસ્તારને અશાંત કરી રહ્યું છે.

didha - 2026-03-21T215437.673

ઈરાની રાષ્ટ્રપતિએ પીએમ મોદી સમક્ષ શાંતિ સ્થાપવા માટે એક નવો રસ્તો બતાવતા કહ્યું કે જો અમેરિકા અને ઈઝરાયેલ તાત્કાલિક પ્રભાવથી હુમલા બંધ કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય તેવી આંતરરાષ્ટ્રીય ગેરંટી આપે, તો જ પરિસ્થિતિ સુધરી શકે છે. તેમણે પશ્ચિમ એશિયાના દેશો વચ્ચે બાહ્ય દખલગીરી વગરના એક પ્રાદેશિક સુરક્ષા માળખાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. ભારત પાસે બ્રિક્સ (BRICS) ની અધ્યક્ષતા હોવાનો ઉલ્લેખ કરીને તેમણે અપીલ કરી હતી કે ભારત આ સંગઠન દ્વારા ઈરાન વિરુદ્ધ થઈ રહેલા અનૈતિક હુમલાઓને રોકવામાં સ્વતંત્ર અને નિર્ણાયક ભૂમિકા ભજવે.

iran-izRAYEL-WAR

સામે પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનની જનતાને ઈદ-ઉલ-ફિતર અને નવરોઝની શુભેચ્છાઓ પાઠવવાની સાથે વધતા જતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ઈરાનના ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાઓની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે આવા હુમલાઓ વૈશ્વિક ખાદ્ય અને ઉર્જા સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભું કરે છે. ભારતે ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને પર્શિયન ગલ્ફમાં જહાજોની અવરજવર અવિરત ચાલુ રહે તે માટે ઈરાનને આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે યુદ્ધ કોઈના હિતમાં નથી અને તમામ પક્ષોએ વાતચીતના ટેબલ પર આવીને શાંતિનો માર્ગ શોધવો જોઈએ.

વધુ વાંચો : ભારતે શોધ્યો રસ્તો, હવે હોર્મુઝ પર નહીં રહેવું પડે નિર્ભર, અહીંથી આવી રહ્યો છે ક્રૂડનો ભંડાર

આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો. જોકે, મુખ્ય ધ્યાન પ્રાદેશિક અસ્થિરતા પર જ રહ્યું હતું. ઈરાને આરોપ લગાવ્યો છે કે ઈઝરાયેલ માત્ર ઈરાન જ નહીં પરંતુ લેબનાન, ગાઝા, ઈરાક અને કતારમાં પણ હુમલા કરીને આખા ક્ષેત્રને વિનાશ તરફ ધકેલી રહ્યું છે. પીએમ મોદીએ ઈરાનને ખાતરી આપી હતી કે ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સ્થિરતાનો પક્ષધર રહ્યો છે અને તે આ દિશામાં પ્રયત્નો ચાલુ રાખશે. હવે જોવાનું એ રહેશે કે ભારતની આ મધ્યસ્થી અને ઈરાનની ગેરંટીની માંગ સામે અમેરિકા અને ઈઝરાયેલ કેવો પ્રતિસાદ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IranPresident PMModi WestAsiaCrisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ