બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / PM Calls Bengal Governor, Expresses Concern Over Post-Poll Violence

રાજકીય / બંગાળ હિંસામાં અત્યાર સુધી 8ના મોત થતાં PM મોદીએ જુઓ કોને કર્યો ફોન, જાણો સમગ્ર મામલો

Hiralal

Last Updated: 03:57 PM, 4 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કરીને બંગાળમાં થઈ રહેલી રાજકીય હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે.

  • બંગાળ હિંસામાં અત્યાર સુધી 8 લોકોના મોત
  • ભાજપ કાર્યકર અભિજિન સરકારની હત્યા
  • ઉપદ્રવીઓએ અભિજિતના પાલતૂ ગલુડિયાને પણ મારી નાખ્યું 

બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ચાલી રહેલી રાજકીય હિંસાનું તાંડવ મચ્યું છે. રાજ્યપાલ ધનખડેએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મને ફોન કરીને હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની ખરાબ થઈ રહેલી સ્થિતિ અંગે ગંભીર ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યપાલે પણ ચિંતા દર્શાવી છે અને જણાવ્યું હતું કે રાજ્યમાં તોડફોડ, લૂંટ અને હત્યાઓનો દોર ચાલી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરુર છે.

ભાજપનો દાવો 6 કાર્યકરની હત્યા
પશ્ચિમ બંગાલમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ મોટા પાયે હિંસા વકરી છે. ભાજપ અને ટીએમસીના કાર્યકરોની વચ્ચે થયેલી કથિત હિંસામાં ભાજપે તેના 6 કાર્યકરોની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે.સામે પક્ષે ટીએમસીએ પણ તેના્ 3 કાર્યકરોની હત્યા થઈ હોવાનું જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.ભાજપ નેતા અને વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બંગાળ હિંસાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે. 

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળની મુલાકાતે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસના બંગાળના પ્રવાસે પહોંચ્યા છે. નડ્ડાએ કથિત હિંસામા માર્યા ગયેલા ભાજપના કાર્યકર અભિજિત સરકારના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. 

બંગાળમાં ભાજપ કાર્યકર અભિજિત સરકારની હત્યા,કુલ આઠની હત્યા થઈ હોવાનો દાવો

સત્તાવાર રીતે બંગાળ હિંસામાં 8 લોકોના મોત થયા છે તેમાં કે ભાજપના કાર્યકર અભિજિત સરકાર પણ સામેલ છે. મોત પહેલા અભિજિત સરકારે બે વાર ફેસબુક પર લાઈવ કર્યું હતું તેમાંના એક વીડિયોમાં અભિજિતે કહ્યું કે તેઓ મારી આંખ સામે બોંબ ફેકી રહ્યાં છે અને મારા ઘર તથા ઓફિસની તોડફોડ કરી રહ્યાં છે.મારી ભૂલ ફક્ત એટલી કે હું ભાજપનો કાર્યકર છું. 

મારા ગલુડિયાને પણ મારી નાખ્યું
બીજો વીડિયોમાં અભિજિતે કહ્યું હતું તેમણે મારા ઘરને બર્બાદ કરી નાખ્યું અને તે પણ નારકેલદંગા પોલીસ અધિકારીઓની સામે. તેમણે મારા માસૂમ પપીઝને પણ મારી નાખ્યું. શું તેઓ મનુષ્યો છે. તેઓ મારી પર અત્યાચાર શા માટે કરી રહ્યાં છે. આ વીડિયોમાં હોગકોગ ફેશન નામની એક દુકાનમાંથી યુવાનો કપડા લઈને ભાગતા જોઈ શકાતા હતા. તેમાંના કેટલાક લોકોના ચહેરા પર લીલો રંગ જોવા મળતો હતો અને વીડિયો બનાવી રહેલા વ્યક્તિનો અવાજ પણ સંભળાતો હતો કે આ જ થવું જોઈતું હતું... અમે તો માહોલ બનાવી રહ્યાં હતા. 

નંદીગ્રામ ભાજપ ઓફિસમાં તોડફોડ
ભાજપે પત્રકારોની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં નંદીગ્રામમાં ભાજપની ઓફિસમાં થયેલી તોડફોડમાં દર્શાવાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ બલુનીએ જણાવ્યું કે ભાજપના એક કાર્યકરની હત્યા થઈ છે, હત્યા પહેલા પાર્ટી કાર્યકરે ફેસબુક પર લાઈવ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ