ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પ્રથમ નોરતે જ વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં ડખો પડ્યો, ખેલૈયાઓએ કરી રિફંડની માગ, જાણો વિવાદ
Last Updated: 08:27 AM, 23 September 2025
વડોદરાના યુનાઈટેડ વે ગરબા બન્યા વિવાદનું બીજું ઘર છે. યુનાઈટેડ વેના ગરબા ફરી વિવાદમાં ફસાયા છે. ગરબાના મેદાનમાં કીચડ હોવાથી ખેલૈયાઓએ હોબાળો કર્યો હતો. પાસના રૂપિયા રિફંડ આપવાની માગ સાથે ખેલૈયાઓનો હલ્લાબોલ કર્યો હતો.
ADVERTISEMENT
વડોદરામાં થતા ગુજરાતના સૌથી મોટા યુનાઈટેડ વે ગરબાનો સમગ્ર દેશમાં ભારે ક્રેઝ છે. જેના કારણે લાખો લોકો આ ગરબાના પાસ મેળવવા માટે પડાપડી કરતા હોય છે. આખરી દિવસે પાસ મેળવવા માટે હજારો લોકો રવિવાર હોવાથી એકત્ર થઇ જતા ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. લાંબા સમયથી લાઇનમાં ઉભા રહી રહીને કંટાળેલા લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી. પાસ મેળવવા માટે ભારે પડાપડી થઇ હતી.
ADVERTISEMENT

ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો
ADVERTISEMENT
લોકોમાં ધક્કામુક્કી થતા આયોજન સ્થળે રહેલા કાચ પણ તુટી ગયા હતા. કાચ તૂટવાને કારણે 4 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જેમને 108 ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે વણસતી જતી સ્થિતિને જોતા તત્કાલ અલ્કાપુરી પોલીસને બોલાવી લેવામાં આવી હતી. પોલીસ પાસે દરેક પરિસ્થિતિનું એક જ ઇલાજ હોય છે બળજબરી પુર્વક તમામ લોકોને ખદેડી દેવાયા હતા. જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. 5500 રૂપિયા ચુકવ્યા બાદ પણ સુવિધાઓ ન મળતા ખેલૈયાઓમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. ખેલૈયાઓના હોબાળા બાદ આયોજક તરફથી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો. આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર QR કોડ સ્કેન કરીને પ્રવેશ અપાશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. જે મોબાઇલથી બુકિંગ કરાવાયું છે તેને સાથે રાખવા માટે જણાવાયું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર પ્રવાસ, વિકાસ પ્રોજેક્ટ સહિત કાર્યક્રમમાં આપશે હાજરી
4000 લોકો એકત્ર થયા
ADVERTISEMENT
વડોદરામાં યોજાતા પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબામાં ગરબા ગાવા જવા માટે ખેલૈયાઓમાં ભારે ક્રેઝ હોય છે. હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અહીં પહોંચ્યા હતા. આ વર્ષે ચુકવણી કર્યા બાદ પાસ મેળવવા માટે ખેલૈયાઓને કુરિયર દ્વારા પાસ મોકલવાના બદલે અલકાપુરીની ક્લબ ખાતે બોલાવાયા હતા. જેથી લોકો મોટા પ્રમાણમાં અહીં પહોંચ્યા હતા. જો કે ક્રાઉડ મેનેજમેન્ટ સ્થાનિક તંત્ર કરી શક્યું નહોતું જેના પગલે કલાકોથી લાઇનમાં ઉભા રહેલા લોકો થાકતા ધક્કામુક્કી અને પછી અફડાતફડી મચી ગઇ હતી. જેના કારણે ક્લબમાં રહેલા કાચના દરવાજા તુટી ગયા હતા. જેમાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થતા હતા. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તમામને સારવાર માટે ખસેડીને પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.