બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આજથી જ સુધારી દેજો મોર્નિંગની આ 5 આદતો, નહીંતર કિડની થઇ શકે ડેમેજ!

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / આજથી જ સુધારી દેજો મોર્નિંગની આ 5 આદતો, નહીંતર કિડની થઇ શકે ડેમેજ!

Last Updated: 10:52 AM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Kidney Health: કિડની એ શરીરના ખૂબ મહત્ત્વના અંગમાંનું એક છે. અને કિડનીને સ્વસ્થ રાખવા માટે સવારની અમુક આદતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નહીં તો કિડનીની કાર્યક્ષમતા ખરાબ થઈ શકે છે.

1/7

photoStories-logo

1. કિડનીનું સ્વાસ્થ્ય

કિડની શરીરનું એક અત્યંત જરૂરી અંગ છે. જે લોહીને ફોલ્ટર કરે છે. અને શરીરમાંથી બિનજરૂરી પ્રવાહી તથા ઝેરી તત્ત્વો દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ સમય જતાં તેના પર વધુ ભાર પડે તો તેનું કાર્ય ધીમે ધીમે ઘટી શકે છે. ક્રોનિક કિડની ડિસીઝ (CKD) સામાન્ય રીતે ડાયાબિટીસ, સ્થૂળતા અને આલ્કોહોલના સેવનથી ઉદ્દભવે છે,પરંતુ ઘણીવાર લોકોને ખબર પણ નથી હોતી કે સવારની કેટલીક ખરાબ આદતો પણ કિડનીને નુકસાન પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સવારે પેશાબ રોકવાથી

ઊંઘ દરમિયાન આપણું મૂત્રાશય ભરાઈ જાય છે,અને જાગતાની સાથે જ પેશાબ કરવાની ઈચ્છા થાય છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી કિડની અને મૂત્રાશય બંને પર દબાણ વધે છે. વારંવાર આમ કરવાથી મૂત્રાશયના સ્નાયુઓ નબળા પડી શકે છે, ચેપનું જોખમ વધી શકે છે અને કિડનીની પેશીઓને નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સવારે પાણી ન પીવાથી

સવારે પાણી નહીં પીવાથી હળવું ડિહાઇડ્રેશન થઈ શકે છે. આ જ કારણ છે કે સવારે પાણીની સૌથી વધુ જરૂર હોય છે. જોકે, ઘણા લોકો પાણી પીવાનું છોડી દે છે અને ચા કે કોફી પીવે છે, જેમાં રહેલું કેફીન શરીરને વધુ ડિહાઇડ્રેટ કરે છે. આ કિડની પર દબાણ વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ખાલી પેટે પેઇનકિલર્સ લેવા

ઘણા લોકો સવારે માથાનો દુખાવો અથવા શરીરના દુખાવા માટે દવાઓ લે છે. આ દવાઓનો વધુ પડતો ઉપયોગ, ખાસ કરીને ખાલી પેટે, કિડનીમાં બળતરા અને નુકસાનનું કારણ બની શકે છે. NSAIDs કિડનીમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે, તેથી તેમને સમજદારીપૂર્વક અને ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કસરત પછી પાણી ન પીવું

સવારની કસરત સ્વાસ્થ્ય માટે સારી છે પરંતુ પરસેવાથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં જો કસરત પછી પૂરતું પાણી ન પીવામાં આવે તો શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે, કિડનીમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને કિડની પર બિનજરૂરી તાણ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નાસ્તો ના કરવો

કેટલાક સમયના અભાવમાં અથવા વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો કરતાં નથી અને જેના પરિણામે દિવસના અંતે વધુ મીઠાવાળા નાસ્તા ખાય છે જે શરીરમાં સોડિયમ વધારે છે. જે કિડની માટે હાનિકારક છે. નાસ્તો છોડી દેવાથી બ્લડ સુગર અસંતુલન થઈ શકે છે, શરીરમાં એસિડ વધી શકે છે અને કિડની પર વધારાનો ભાર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Morning Habits Kidney Health Chronic Kidney Disease
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ