બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશના 7 કરોડ લોકો માટે ખુશખબર! ટૂંક સમયમાં જ ATMથી નીકળશે PFના રૂપિયા

કામની વાત / દેશના 7 કરોડ લોકો માટે ખુશખબર! ટૂંક સમયમાં જ ATMથી નીકળશે PFના રૂપિયા

Last Updated: 09:57 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના શ્રમ મંત્રાલયે એક મહત્વની જાણકારી આપી છે. જેમાં હવે PFના પૈસા ATMમાંથી ઉપાડી શકાશે.

પીએફના પૈસા ઉપાડવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે  PFના પૈસા ATM દ્વારા સરળતાથી ઉપાડી શકાશે. ભારત સરકારના શ્રમ સચિવ સુમિતા ડાવરાએ આ સુવિધા અંગે મહત્વની માહિતી આપી છે. જેમાં વર્ષ 2025થી EPFOના કર્મચારીઓ એટીએમ દ્વારા તેમના પીએફમાંથી પૈસા ઉપાડી શકશે. શ્રમ સચિવે જણાવ્યું કે, 2025ની શરૂઆતથી PF ખાતાધારકો તેમની PFની રકમ સીધી ATMમાંથી ઉપાડી શકશે.

  • શું કહ્યું સુમિતા ડાવરાએ?

સુમિતા ડાવરાએ જણાવ્યું કે, "અમે PF ક્લેઈમનો ઝડપી નિકાલ કરી રહ્યા છીએ અને ઈઝ ઓફ લિવિંગને વધારવાની પ્રક્રિયાને સરળ બનાવી રહ્યા છીએ. હવે પીએફ ઉપાડ માટે મિનીમમ માનવીય હસ્તક્ષેપની જરૂર પડશે અને સબસ્ક્રાઇબર્સ એટીએમ દ્વારા તેમના ક્લેમની રકમ ઉપાડી શકશે. ATMમાંથી આ રકમ ત્યારે જ ઉપાડી શકાશે જ્યારે કર્મચારીએ આંશિક ઉપાડ માટે અરજી કરી હશે. હાલમાં કર્મચારીઓ ખાસ સંજોગોમાં જ પીએફના પૈસા ઉપાડી શકે છે. તેના માટે ક્લેમ EPFO વેબસાઇટ અથવા ઉમંગ એપ દ્વારા સબમિટ કરાય છે."

PROMOTIONAL 9

શ્રમ સચિવે જણાવ્યું કે "EPFOની IT સિસ્ટમને લગાતાર અપગ્રેડ કરવામાં આવી રહી છે. તમે તેમાં દર 2-3 મહિનામાં સુધારો જોઈ શકો છો. આપણે જાન્યુઆરી 2025થી એક મોટો ફેરફાર જોઈશું, જ્યારે EPFOની IT સિસ્ટમ બેંકિંગ સિસ્ટમના સ્તરે પહોંચશે."

  • ગીગ કામદારોને મળશે લાભ

ભારત સરકારનુ શ્રમ મંત્રાલય ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે પણ સામાજિક સુરક્ષાના ફાયદા લાવવાની તૈયારી કરી રહ્યું છે.  આ અંગે ડાવરાએ જણાવ્યું હતું કે, આ યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ સ્કીમ મેડિકલ હેલ્થ કવરેજ, પીએફ અને વિકલાંગતાના કિસ્સામાં નાણાકીય મદદ જેવા લાભો આપી શકે છે. ગીગ વર્કરોની સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી લાભો આપવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ATM Workers EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ