people of these signs will be benefitted by solar eclipse
તમારા કામનું /
સૂર્ય ગ્રહણ દરમિયાન આ 4 રાશિના જીવનમાં ઉગશે સુખનો સૂરજ, થશે અઢળક ધન લાભ
Team VTV10:31 AM, 10 Mar 22
| Updated: 10:38 AM, 10 Mar 22
30 એપ્રિલનાં રોજ આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગશે. જાણો કઈ રાશિઓને આ ગ્રહણથી લાભ થશે
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
30 એપ્રિલે લાગશે ગ્રહણ
આ 4 રાશિઓ માટે અત્યંત શુભ
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
સાલ 2022માં બે સૂર્યગ્રહણ લાગી રહ્યા છે. સાલનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલનાં રોજ હશે. આ આંશિક સૂર્ય ગ્રહણ હશે. જ્યારે, બીજું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરનાં રોજ લાગશે. આ પણ આંશિક સૂર્ય ગ્રહણ જ હશે. 30 એપ્રિલનાં રોજ લાગનાર સૂર્ય ગ્રહણ મધ્યરાત્રિ 12 કલાક 15 મિનિટે શરુ થશે તથા 1 મેનાં રોજ સવારે 4 કલાક 7 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ મેષ રાશિમાં લાગશે. આ ભારતમાં જોવા મળશે નહી. આ ગ્રહણ દક્ષિણ અમેરિકાનો દક્ષિણ-પશ્ચિમી ભાગ, પ્રશાંત મહાસાગર, એટલાંટિક તથા એન્ટાર્કટિકામાં જોવા મળશે.
રાશિઓ પર અસર
ગ્રહોનો આપણા જીવનમાં ખૂબ જ પ્રભાવ પડે છે. સૂર્ય બધા જ ગ્રહોનો રાજા છે તથા આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્ય ગ્રહણની સ્થિતિ ને શુભ માનવામાં આવતી નથી. આવું માનવામાં આવે છે કે ગ્રહણ લાગવા પર સૂર્ય પીડિત થાય છે તથા શુભ ફળ મળતા નથી. ગ્રહણની અલગ અલગ રાશિઓ પર અલગ અલગ અસર પડે છે. આ સમય આ 4 રાશિનાં જાતકો માટે ફળદાયી સાબિત થશે.
વૃષભ
વૃષભ રાશિનાં જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થશે. આ ગ્રહણને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. તમારા ઘણા અધૂરા કામ પૂરા થશે. આ દરમિયાન તમને કાર્યોમાં સફળતા મળશે. બધી જ યાત્રાઓ ફળદાયી નીવડશે. વ્યાપાર સાથે જોડાયેલ જાતકો માટે આ ગ્રહણ અત્યંત શુભ સાબિત થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે. આવું કરવું તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે.
કર્ક
કર્ક રાશિનાં જાતકો માટે પણ આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રોથી લાભ થઇ શકે છે. પોતાની યોગ્યતાઓને સાબિત કરવામાં આગળ વધીને કોઈ પણ નવા પડકારો સ્વીકારી શકો છો. આ દરમિયાન અમુક ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે.
તુલા
તુલા રાશિનાં જાતકો માટે આ ગ્રહણ વરદાનરૂપ સાબિત થશે. કાર્યસ્થળમાં લાભ થવાની સંભાવના છે. નોકરીમાં ઘણા સારા અવસરો પ્રાપ્ત થઇ શકે છે. પાર્ટનરશિપનાં કામોમાં પણ લાભ મળવાની સંભાવના છે. આ દરમિયાન, તમે પોતાના કામને લઈને કાર્યસ્થળ પર એક અલગ ઓળખાણ બનાવવામાં સફળ રહેશો. આ દરમિયાન તમે પોતાના લક્ષ્યો પર મહેનત કરતા જોવા મળશો.
ધનુ
તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધાર આવશે. સરકારી નોકરી માં કાર્યરત લોકોમાં પણ આ ગ્રહણ શુભ તથા ફળદાયક રહેશે. વિદેશમાં નોકરી પ્રાપ્ત કરવાના પણ અવસરો પ્રાપ્ત થશે. ગ્રહણકાલ દરમિયાન જેટલું બાનીન શકે, મંત્રોનો જાપ કરવો. વ્યવસાય વિસ્તાર માટે અમુક નીતિઓ બનાવવામાં તથા તેને લાગૂ કરવામાં સફળતા મળશે.