બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બહિયલ ગામના લોકોએ મુસ્લિમો સાથેની ટોપરુ સાકર પરંપરા કરી બંધ, એકતરફી એકતા શક્ય નહી

નિર્ણય / બહિયલ ગામના લોકોએ મુસ્લિમો સાથેની ટોપરુ સાકર પરંપરા કરી બંધ, એકતરફી એકતા શક્ય નહી

Published By: Krutarth Joshi

Last Updated: 05:53 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહિયલ ગામમાં આઝાદી પહેલાથી ‘ટોપરું-સાકર’ની પરંપરા ચાલતી હતી. 'ટોપરું અને સાકર'ની પ્રથા ગામમાં સામાજિક સમરસતાનું પ્રતીક હતું. નવા વર્ષના પહેલા દિવસે હિન્દુ-મુસ્લિમો એકબીજાને મળતા હતા. હિન્દુ ભાઈઓ ટોપરું અને મુસ્લિમ સમુદાયના લોકો લાવતા હતા સાકર.

ગાંધીનગરના બહિયાલ ગામમાં વર્ષો જૂની પરંપરાનો અંત લાવવામાં આવ્યો હતો. બહિયાલ ગામમાં ‘ટોપરું-સાકર’ની પરંપરાનો અંત સમગ્ર ગામનાં હિંદુઓ દ્વારા એકત્ર થઇને અંત લાવી દેવામાં આવ્યો હતો. આજે નવા વર્ષે હિન્દુ સમાજે બેઠક યોજીને મોટો નિર્ણય લીધો હતો. નવરાત્રિમાં ગરબા પર થયેલા પથ્થરમારાને કારણે હવે માત્ર એક તરફી એકતા દેખાડવાનો કોઇ જ અર્થ નહી હોવાનું તમામ હિન્દુ આગેવાનોએ સ્વિકાર કર્યો હતો. આખરે આ વર્ષો જુની પરંપરાનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો.

એક તરફી પરંપરાનો કોઇ અર્થ નથી

અત્રે ઉલ્લેખનીય છે કે, બહિયલ ગામમાં આઝાદી પહેલાથી ‘ટોપરું-સાકર’ની પરંપરા ચાલતી હતી. 'ટોપરું અને સાકર'ની પ્રથા ગામમાં સામાજિક સમરસતાનું પ્રતીક હતું. નવા વર્ષના પહેલા દિવસે હિન્દુ-મુસ્લિમો એકબીજાને મળતા હતા. હિન્દુ ભાઈઓ ટોપરું અને મુસ્લિમ સમુદાયના લોકો લાવતા હતા સાકર. ટોપરું અને સાકરને ભેગી કરી એકબીજાને આપી નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હતા. જો કે આ વર્ષે આ પરંપરાનો અંત લાવવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી નવા વર્ષ પર પાઠવી શુભેચ્છાઓ

હિંદુઓને લીધો નિર્ણય

નવરાત્રીમાં મુસ્લિમ ટોળા દ્વારા નવરાત્રીનાં મંડપ પર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં ભયાનક તોડફોડ પણ કરવામાં આવી હતી. અનેક દુકાનોમાં આગ પણ લગાવવામાં આવી હતી. જેના કારણે હિન્દુ વેપારીઓને તો ભયાનક ઠેસ પહોંચી જ હતી. સાથે સાથે આસપાસની દુકાનોમાં આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ગામમાં પણ મુસ્લિમો પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગામમાં હાલમાં શાંતિ છે પરંતુ બે હિસ્સામાં ગામ વહેંચાઇ ચુક્યું છે. આખરે આ નિર્ણય લેવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tradition Topru Sakar Bahial village of Gandhinagar Gandhinagar News Decision to stop pre-independence tradition

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ