બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગરમ કપડાંને ધોવામાં ન કરતાં આ ભૂલો, બ્રાન્ડેડ સ્વેટર પણ લાગશે જૂના જેવા
Last Updated: 09:52 AM, 17 December 2024
શિયાળાની ઋતુમાં ગરમ કપડાં આપણી જરૂરિયાત બની જાય છે, કારણ કે તે આપણને ઠંડીથી રાહત આપે છે. વુલન સ્વેટર, જેકેટ, શાલ અને અન્ય ગરમ કપડાંને ધોતી વખતે તેની ખાસ કાળજી લેવી જોઈએ. ગરમ કપડાં ધોવા સામાન્ય લાગે છે, પરંતુ એવું બિલકુલ નથી. જો યોગ્ય રીતે ધોવામાં ન આવે તો, કપડાં સંકોચાઈ જાય છે અને કપડાંનો કલર પણ ઉતરી જાય છે. આ સાથે કપડાંની ગુણવત્તા પણ બગડી જાય છે. જાણો કપડાં ધોતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT

ધોવાની પદ્ધતિ ન ખબર હોય: લોકો ઘણીવાર ગરમ કપડાં પરના લેબલને અવગણતા હોય છે. કપડાં પર આપવામાં આવેલ વોશિંગ લેબલને ધ્યાનથી વાંચવું જોઈએ અને તેમાં લખેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
ADVERTISEMENT
ગરમ પાણીનો ઉપયોગઃ શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે લોકો ગરમ પાણીથી કપડાં ધોતા હોય છે. પરંતુ આવું ન કરવું જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી ઊન અને ફાઇબરના કપડાં સંકોચાઈ શકે છે. જો શક્ય હોય તો, ગરમ કપડાંને ઠંડા પાણીમાં ધોવા અથવા તમે હૂંફાળા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
વધુ વાંચો શિયાળામાં ખજૂરના ખાશો તો થશે ગજબ ફાયદા, પણ એક દિવસમાં આટલી ખાવી હિતાવહ
ગુણવતા વાળું ડિટર્જન્ટ: ઘણા લોકો ગરમ કપડા ધોવા માટે બજારમાં મળતા સામાન્ય ડિટર્જન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ આ ડિટર્જન્ટમાં કેમિકલ હોય છે, જે કપડાંને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, વુલન કપડાં માટે ગુણવતા વાળું ડિટર્જન્ટ વાપરવું જોઈએ.
ADVERTISEMENT
ઘસીને ધોવા: સામાન્ય રીતે લોકો ડાઘ દૂર કરવા માટે કપડાંને ઘસતા હોય છે. પરંતુ વુલન કપડાંને ઘસવાથી તે કાપડને નુકસાન થાય છે. તેથી, હંમેશા ગરમ કપડાને હળવા હાથે અથવા મેન્યુઅલ વોશ સાયકલ પર ધોવું.

ADVERTISEMENT
વધારે પડતાં ધોવા: ઘણીવાર લોકો ગરમ કપડા ઘણી વખત ધોતા હોય છે. પરંતુ વારંવાર ધોવાથી ગરમ કપડાંની ગુણવત્તા ઝડપથી બગડી જાય છે. તેથી, જો જરૂરી હોય તો, ગરમ અને ઊની કપડાંને વારંવાર ધોવાનું ટાળો.
યોગ્ય રીતે ન રાખવું: ધોયા પછી ગરમ કપડાંને યોગ્ય રીતે ન રાખવામાં આવે તો તેની ડિઝાઇન બગડી જાય છે. તેથી, સ્વચ્છ અને સૂકા કપડાને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરીને સૂકી જગ્યાએ મૂકો.
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.