બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / People are upset with the clumsy administration of VMC

અણઘડ / ઘર જ નથી તો વેરા બિલ કેવી રીતે થયા ઈશ્યુ? VMCના અંધેર વહીવટનો જીવતું જાગતું ઉદાહરણ, લોકો પરેશાન

Dinesh

Last Updated: 10:33 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VMCના અણઘડ વહીવટથી લોકો પરેશાન; વર્ષો પહેલા તોડેલા ઘરનું વેરાબીલ આપતા નાગરિકો આકરા પાણીએ કહ્યું કે, અમને અમારા મકાન બતાવે તો અમે આ વેરો ભરી દઈશું

  • VMCના અણઘડ વહીવટથી લોકો પરેશાન
  • VMCએ વર્ષો પહેલા તોડેલા ઘરનું આપ્યું વેરા બિલ
  • અમને અમારા મકાન બતાવે તો અમે આ વેરો ભરી દઈશું: નાગરિકો


વડોદરા મહાનગર પાલિકાનો અનેક વખત અંધેર વહીવટ સામે આવે છે ત્યારે ફરી એક વખત એવો તો અણઘડ વહીવટ સામે આવ્યો છે કે જેને સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. 2016માં વડોદરા કોર્પોરેશને ભીમતળાવ વસાહતના મકાન તોડી પાડ્યા હતાત્યારે 7 વર્ષ બાદ મહાનગર પાલિકાએ 400 લોકોને વેરા બિલ મોકલ્યા છે. જેમને પણ વેરા મોકલવામાં આવ્યા છે તે તમામ લોકોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. જેથી વડોદરા કોર્પોશનનો અણઘણ વહીવટ ઉજાગર થયો છે. ઘટના સામે આવ્યા બાદ લોકોએ વેરાને લઈ વિરોધ નોંધાવ્યો છે તેમજ વડોદરા મહાનગર પાલિકા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

VMCના અણઘડ વહીવટથી લોકો પરેશાન
વડોદરા મહાનગર પાલિકાનો અનેક વખત અણઘડ વહીવટ સામે આવ્યો છે..પરંતુ આ વખતે જે ઘટના સામે આવી છે તેને સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. સ્થાનિકો જે વેરા બીલ સાથે વિરોધ કરી રહ્યા છે તે મકાનો વડોદરા મહાનગર પાલિકાએ 7 વર્ષ પહેલા તોડી પાડ્યા છે. તમને થતુ હશે કે આવું કેવી રીતે બને પણ વડોદરા મહાનગર પાલિકાએ આ શક્ય કરી બતાવ્યુ છે. કારણે કે 2016માં વડોદરા કોર્પોરેશને અટલાદરા કલાલી રોડ પર આવેલી ભીમ તળાવ વસાહતને તોડી પાડી હતી. વસાહતમાં રહેતા તમામ લોકોને સર્વોદયનગર અને શાંતિનગરમાં બનેલા સરકારી આવાસ યોજનામાં મકાનો ફાળવી દેવાયા હતા, આટલા વર્ષોથી તમામ રહીશો શાંતિથી જીવન જીવતા હતા પરંતુ અચાનક પાલિકાએ 400 લોકોને વર્ષ 2022-23ના વેરા બીલ બજાવતા લોકોને મોટો આંચકો લાગ્યો છે. 6 વર્ષ બાદ વેરા બિલ જોઈને તમામ પરિવાર ડઘાઈ ગયા છે. જેથી તેમણે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશને ગરિબોને 9 હજાર 20 હજાર અને 30 હજાર જેટલી રકમના વેરા બીલ આપ્યા છે. જેથી લોકોએ કોર્પોરેશન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કોર્પોરેશન પાસે વેરા બિલ પરત ખેંચે તેવી માંગ પણ કરી છે

અમને અમારા મકાન બતાવે તો અમે આ વેરો ભરી દઈશું: નાગરિકો
અત્યારે એ જગ્યાએ ગાર્ડન છે જ્યાં પહેલા વસાહત હતી. જે તોડીને વડોદરા મહાનગર પાલિકાએ અહીં ગાર્ડન બનાવ્યુ છે. જમાનો હાઈટેક બની ગયો છે જેથી ગુગલમાં પણ અહીં ગાર્ડન જ બતાવે છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાને હજુ પણ અહી વસાહત દેખાય છે. મહત્વની વાત છે કે ખુદ વડોદરા મહાનગર પાલિકાએ જ ભીમ તળાવ વસાહતની જગ્યાએ બગીચો બનાવ્યો છે તો નાગરિકોને વેરા કેવી રીતે આપવામાં આવ્યા. જે જગ્યા લોકો રહેતા નથી તે જગ્યાના વેરા લોકોને બજાવતા લોકોએ વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે અમને અમારા મકાન બતાવે તો અમે આ વેરો ભરી દઈશું. જે મકાન છે જ નહીં, વર્ષો પહેલા જમીન દોસ્ત થઈ ગયા તે મકાનનો વેરો કેવી રીતે ભરવો.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ તપાસના આદેશ આપ્યા
મહત્વની વાત તો એ છે કે ભીમ તળાવ વસાહતના નાગરિકો હાલમાં જ્યાં સરકારી આવાસ યોજનામાં રહે છે ત્યાંના વેરા બિલ હજી સુધી પાલિકાએ નથી બજાવ્યા, પરંતુ જ્યાં કોર્પોરેશને વસાહત તોડીને બગીચો બનાવી દીધો છે, ત્યાંના વેરા બિલ લોકોને બજાવ્યા છે જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ તપાસના આદેશ આપ્યા છે, સાથે જ જો પાલિકાની ભૂલ હશે તો તેની સુધારાશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. તેમજ જે કઈ પણ વિસંગતતા હશે તેને દુર કરવાની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને વેરા વસૂલાત અભિયાન વેંગવતું બનાવ્યું છે, જેમાં અધિકારીઓ આડેધડ લોકોને વેરા બિલ બજાવતા હોવાનું સામે આવી રહ્યુ છે. ઘટના સામે આવ્યા બાદ વડોદરા મહાનગર પાલિકાના વહીવાટદારો પોતાની ભૂલને કારણે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા  છે. તેમજ અણઘડ વહીવટને કારણે પ્રજા પરેશાન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ