બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Penny Stock IFCI: Multibagger stocks are popular in the stock market. One such stock is IFCI
Last Updated: 08:36 PM, 18 March 2024
મલ્ટીબેગર સ્ટોક્સ શેરબજારમાં લોકપ્રિય છે. આવો જ એક સ્ટોક IFCIનો છે, જે માત્ર 4 વર્ષમાં રૂ. 4 થી રૂ. 39 સુધી પહોંચી ગયો છે. આજે તેની કિંમત લગભગ 10 ગણી વધી ગઈ છે. IFCI સ્ટોકે અત્યાર સુધીમાં રોકાણકારોને 875 ટકા વળતર આપીને મલ્ટિબેગરનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.
ADVERTISEMENT
IFCI NBFC સેવાઓ પૂરી પાડે છે
માહિતી અનુસાર માર્ચ 2020માં IFCIના શેરની કિંમત માત્ર 4 રૂપિયા હતી. જો કોઈએ માર્ચ 2020માં તેમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો અત્યાર સુધીમાં તે 97500 રૂપિયા થઈ ગયું છે. IFCI લિમિટેડ નોન બેન્કિંગ ફાયનાન્સિયલ સર્વિસિસ (NBFC) પૂરી પાડે છે. તે પાવર સેક્ટર, રિન્યુએબલ એનર્જી, ટેલિકોમ, રોડ, ઓઇલ એન્ડ ગેસ, પોર્ટ અને એરપોર્ટ જેવા સેક્ટરમાં ફાઇનાન્સ પ્રદાન કરે છે. IFCI લિમિટેડ કોર્પોરેટ ફાઇનાન્સ, સિન્ડિકેશન અને સલાહકાર સેવાઓ, NPA રિઝોલ્યુશન, સ્ટોક બ્રોકિંગ, કોમોડિટીઝ બ્રોકિંગ, કરન્સી ટ્રેડિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ જેવી સેવાઓ પણ પૂરી પાડે છે.
ADVERTISEMENT

વર્ષ 2024માં સ્ટોક 34 ટકા વધ્યો
ADVERTISEMENT
છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં લગભગ 278 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2024માં જ તેમાં લગભગ 34 ટકાનો વધારો થયો છે. હાલમાં તે 39 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તેની 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી રૂ. 71.70 હતી. હાલમાં તે તેની સર્વોચ્ચ સપાટીથી લગભગ 46 ટકા નીચે ટ્રેડ કરી રહ્યું છે. જોકે, IFCI લિમિટેડ તેના રૂ. 9.03ના 52 સપ્તાહના નીચલા સ્તરથી 332 ટકા ઉપર છે. 28 માર્ચ, 2023ના રોજ સ્ટોક તેના સૌથી નીચા આંકડાને સ્પર્શ્યો હતો. માર્ચ, 2024માં અત્યાર સુધીમાં તેમાં 12.6 ટકાનો ઘટાડો થયો છે જ્યારે ફેબ્રુઆરી, 2024માં તે 19.26 ટકા વધ્યો હતો.

ADVERTISEMENT
વધુ વાંચો : શેર માર્કેટમાં રોકાણ કરનારા સાવધાન! બમ્પર રિટર્નની લાલચમાં શખ્સે ગુમાવ્યા 1.36 કરોડ, એ પણ વોટ્સઅપથી
હવે ઘણા ઉતાર-ચઢાવ આવશે
ADVERTISEMENT
અગાઉ કંપનીનું નામ ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હતું. તે ઓક્ટોબર 1999માં IFCI લિમિટેડમાં બદલાઈ ગયું. કંપનીનું મુખ્યાલય દિલ્હીમાં છે અને તેની શરૂઆત 1948માં થયો હતો. ICICI ડાયરેક્ટ અનુસાર, આ પેની સ્ટોક કંપનીની આવક વધી રહી છે. તેથી આ નીચા દરના સ્ટોકમાં ઘણી વધઘટ જોવા મળી શકે છે. પેની સ્ટોક્સ સારા વળતરની સાથે ઘણું જોખમ પણ ધરાવે છે. તેથી રોકાણકારોએ પેની સ્ટોક્સમાં સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.