બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણમાં ખાદ્યતેલના નામે મોટો ખેલ? જૂના ડબ્બામાં ફરી પેકિંગ કરતા 2 વેપારીઓ ઝડપાયા, લાખોનો જથ્થો સીઝ

ગુજરાત / પાટણમાં ખાદ્યતેલના નામે મોટો ખેલ? જૂના ડબ્બામાં ફરી પેકિંગ કરતા 2 વેપારીઓ ઝડપાયા, લાખોનો જથ્થો સીઝ

Published By: Nidhi Panchal

Last Updated: 01:49 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં લોકોના આરોગ્ય સાથે થઈ રહેલી ગંભીર બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ફૂડ વિભાગના દરોડામાં બે ઓઇલ કંપનીઓ વપરાયેલા ડબ્બામાં ફરી તેલ ભરી વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે.

પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થતો હોવાનો ગંભીર મામલો સામે આવતા ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાર્યરત બે ખાદ્યતેલ બનાવતી કંપનીઓ પર દરોડા પાડતા ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક ઓઇલ કંપનીઓ વપરાયેલા તેલના ડબ્બાનો ફરીથી ઉપયોગ કરીને તેમાં ખાદ્યતેલ ભરી બજારમાં વેચાણ કરી રહી હતી. આ પ્રકારની કામગીરી માત્ર નિયમોનો ભંગ જ નહીં પરંતુ લોકોના આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઉભું કરતી હોવાનું સામે આવ્યું છે.

oil

ફૂડ વિભાગની ટીમે શહેરમાં આવેલી એન.એ. ઇન્ડસ્ટ્રિઝ અને પારેવા ટ્રેડિંગ કંપનીમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન બંને સ્થળોએ ખાદ્યતેલના પેકિંગ અને સ્ટોરેજ સંબંધિત કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓને વપરાયેલા તેલના ડબ્બામાં ફરીથી તેલ ભરીને વેચાણ કરવામાં આવતું હોવાના પુરાવા મળ્યા હતા.

ઇન્ડસ્ટ્રિઝમાંથી મોટી માત્રામાં ખાદ્યતેલનો જથ્થો સીઝ

તપાસમાં ખાસ કરીને એન.એ. ઇન્ડસ્ટ્રિઝમાંથી મોટી માત્રામાં ખાદ્યતેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે અહીંથી 12 લાખ રૂપિયાથી વધુ કિંમતનો તેલનો જથ્થો કબજે કર્યો હતો. સીઝ કરાયેલા મુદ્દામાલમાં કુલ 7 હજાર 331 કિલો સોયાબીન અને સરસવ તેલનો સમાવેશ થાય છે. અધિકારીઓએ સમગ્ર જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

કંપનીમાં મોટી સંખ્યામાં વપરાયેલા ડબ્બાઓ મળી આવ્યા

દરોડા દરમિયાન કંપનીમાં મોટી સંખ્યામાં વપરાયેલા ડબ્બાઓ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ડબ્બાઓમાં ફરીથી તેલ ભરીને બજારમાં વેચાણ કરવામાં આવતું હતું. નિયમોના સ્પષ્ટ ભંગને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે સ્થળ પર જ 145 જૂના ડબ્બાનો નાશ કરાવ્યો હતો. આ ઉપરાંત 433 ખાલી ડબ્બાઓને પણ સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યા હતા જેથી તેનો ફરીથી ઉપયોગ ન થઈ શકે.

પેઢીઓ સામે નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારી

ફૂડ વિભાગે બંને પેઢીઓ સામે નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારી છે. અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સીઝ કરાયેલા તમામ મુદ્દામાલમાંથી જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ તેની ગુણવત્તા અને નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર ભયાનક હુમલો!, સલાયાના 13 ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ EXCLUSIVE VIDEO

ફૂડ વિભાગનું કહેવું છે કે ખાદ્યપદાર્થોના ઉત્પાદન અને પેકિંગમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે નિયમ ભંગ સહન કરવામાં આવશે નહીં. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. પાટણમાં થયેલી આ કાર્યવાહી બાદ અન્ય ખાદ્યતેલ ઉત્પાદકો અને વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ સમગ્ર મામલે ફૂડ વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે અને સેમ્પલ રિપોર્ટના આધારે આગામી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patan News Edible Oil Food Department

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ