બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / patan-bjp-mp-liladhar-vaghela-lost-posters-imposed-viral-on-social-media

NULL / VIDEO: પાટણના સાંસદ ગુમ થયા હોવાના પોસ્ટરો સોશિયલ મીડિયામાં થયાં ફરતા

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પાટણ: સાંસદ લીલાધર વાઘેલા ગુમ થયા હોવાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોસ્ટરમાં સાંસદ લીલાધર વાઘેલાના ફોટો સાથે લખાણ લખ્યું છે કે વિકાસ કરતા કરતા પાટણનાં સાંસદ ગુમ. છેલ્લાં 2014માં દેખાયેલ છે. ત્યારબાદ ગુમ થયેલ છે. તો પાટણની જનતા તેમને શોધે છે. તો જનતાની લાગણી સમજી પાટણ હાજર થવા વિનંતી. આવા પોસ્ટર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં હાસ્ય પણ રેલાયું છે.  

ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલા પોસ્ટર્સમાં સૌથી ઉપરના ભાગે કાળી પટ્ટીમાં એક લખાણ લખવામાં આવેલ છે કે વિકાસ ભાજપના સાંસદોને શોધવા નીકળ્યો બુલેટ ટ્રેન લઈને" તેની નીચે જમણી બાજુએ પાટણના સાંસદ લીલાધર વાઘેલાનો એક ફોટો મૂકવામાં આવ્યો છે.



તેની વિરૂધ્ધ દિશામાં લખાણ લખાયેલ છે કે "છેલ્લે 2014માં દેખાયેલ છે ત્યાર બાદ ગુમ થયેલ છે તો પાટણની જનતા તેમને શોધે છે. તો જનતાની લાગણીને સમજીને પાટણમાં હાજર થવા વિનંતી. આ સાથે ફોટાની નીચેની લીલાધર વાઘેલાનું નામ બોલ્ડ અક્ષરમાં લખવામાં આવેલ છે.
 
આપને જણાવી દઇએ કે લખાણના નીચેના ભાગમાં BJP પક્ષનો સત્તાવાર ચૂંટણી સિમ્બોલ કમળના પ્રતિકને ઊંધુ ચીતરવામાં આવેલ છે. તેમજ તેના પર કાળા અક્ષરથી ચોકડી મારવામાં આવી છે. તેની બાજુમાં બોલ્ડ અક્ષરથી લાલ અક્ષરે લખવામાં આવ્યું છે કે વિકાસ કરતાં કરતાં પાટણના સાંસદ ગુમ થયેલા છે.

નોંધનીય છે કે આ પહેલા સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ વિશે પણ એક લખાણ તથા વિડીયો વાયરલ થયો હતો. તો તેમણે આ મામલે ભાજપના ધારાસભ્યએ એક વિડીયો મેસેજ પ્રસિધ્ધ કરીને જણાવેલ કે હું મારા કામ અર્થે વિદેશ ગયો હતો. ત્યારે આજરોજ ફરી એકવાર સાંસદ લીલીધર વાઘેલાના નામના પોસ્ટરો વાયરલ થતા અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ