બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / parthiv patel recalls sledging steve waugh son using famous line you were in nappies when i played my first test
ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે વર્ષ 2002માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારે એ ટેસ્ટ ક્રિકેટ રમનાર બીજો સૌથી યુવા ભારતીય બહતો. તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીની આગેવાનીમાં એને પોતાના કરિયરની સારી શરૂઆત કરી અને ઘણા મહત્વ વિદેશી પ્રવાસે પણ ગયો. પરંતુ વર્ષ 2004નો એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પાર્થિવ ક્યારેય પણ ભૂલી શકશે નહીં. આ એ પ્રવાસ હતો જ્યારે સ્ટીવ વૉ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી ટેસ્ટ રમી રહ્યો હતો અને એ દરમિયાન એમને વિકેટકીપિંગ કરી રહેલા પાર્થિવની બેઇજ્જતી કરી દીધી હતી.
ADVERTISEMENT
જબ મેને ડેબ્યૂ કીયા થા, તબ તુમ નૈપી મે થે
વાસ્તવમાં આ કહાનીની શરૂઆત સિડનીમાં થઇ. વર્ષ 2004ના એ પ્રવાસ પર સ્ટીવ વૉ પોતાની છેલ્લા મેચ રમી રહ્યો હતો. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને મોટુ લક્ષ્ય આપ્યું હતું અને દબાણ સમગ્ર રીતે મેજબાન ટીમ પર હતું. આ દબાવને વધારે વધારવાના પ્રયત્નમાં વિકેટકીપર પાર્થિવ પટેલ સતત ક્રીઝ પર ટકેલા સ્ટીવ વૉ પર ટિપ્પણી કરી રહ્યો હતો. અંતે જ્યારે સ્ટીવ વૉ ના ધૈર્યએ જવાબ આપ્યો તો એને પણ પાર્થિવને કરારા જવાબ આપી દીધો. સ્ટીવે કહ્યું, 'થોડા સમ્માન દિખાઓ, જબ મેને ડેબ્યૂ કીયા થા, તબ તુમ નૈપી મે થે.

ADVERTISEMENT
પાર્થિવે આવી રીતે લીધો બદલો
ત્યારબાદ ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે વર્ષ 2018-2019ના ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પોતાનો આ અપમાનનો બદલો મજાકના અંદાજમાં સ્ટીવ વૉના પુત્ર સાથે લીધો. પટેલે ખુલાસો કર્યો., મે સ્ટીવ વૉ ને કોઇ જવાબ આપ્યો નહતો. પરંતુ 2018-21019ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એમના પુત્ર આસ્ટિન વૉ ને કહ્યું. એ ઓસ્ટ્રેલિયાની સબ્સીટ્યૂટ ખેલાડી હતો. હું એની પાસે ગયો અને કહ્યું, 'જ્યારે મે ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો ત્યારે તુ નૈપીમાં હતો. આ કિસ્સો કહીને પાર્થિવ પટેલ હસી પડ્યો. પાર્થિવે યૂટ્યૂબ શો કાઉ કૉર્નર ક્રોનિકલ્સમાં આ વાત કહી.'
તારા પિતાને મારી તરફથી સમ્માન આપજે
આટલું જ નહીં પાર્થિવ પટેલ અહીં ના રોકાયો. એને આસ્ટિન આસ્ટિનને કહ્યું કે તારા પિતા સ્ટીવ વૉ ને મારી તરફથી સમ્માન આપજે અને આ શબ્દ એમને જઇને કહી દેજે. પાર્થિવ પટેલે કહ્યું અમે સીરિઝ જીતતા રહી ગયા હતા. એ પ્રવાસનો ભાગ બનવું યાદગાર અનુભવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.