બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Parrot Unique Friendship With Children Of A Nearby School Of Gwalior Sharda Balgram Forest

ના હોય! / ગજબની મિત્રતા: પોપટની બાળકો સાથે થઈ દોસ્તી, દરરોજે સાથે જાય છે સ્કૂલ, કિસ્સો સાંભળીને લાગશે નવાઈ

Arohi

Last Updated: 03:43 PM, 2 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જંગલી પોપટે સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે અનોખી મિત્રતા કરી લીધી છે. આ પોપટ અને સ્કૂલના વિદ્યાર્થીઓની મિત્રતા હાલ ચર્ચાનો વિષય બની છે.

  • પોપટની સ્કૂલના બાળકો સાથે મિત્રતા 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીરો 
  • દરરોજે સ્કૂલના બાળકો સાથે જાય છે સ્કૂલ 

વ્યક્તિને જાનવરોમાં સૌથી વધારે કૂતરા અને પક્ષીઓમાં પોપટ વધારે પસંદ આવે છે. કારણ કે કૂતરા અને પોપટ બન્ને સમજદાર હોય છે. જે પ્રકારે કૂતરા મનુષ્યોની દરેક ભાષા અને વ્યવહારને સમજે છે તેવી જ રીતે પોપટ પણ વ્યક્તિની ભાષા સમજે છે અને બોલે પણ છે. તમે જોયું હશે કે પોપટ પોતાના માલિકના કહેવા પર સીટી વગાડે છે અને બોલે પણ છે. ઘણી વખત તો પોપટ તમારી નકલ પણ કરે છે. સોશિયલ મીડિયા પર એક પોપટની આવી જ સ્ટોરી સામે આવી રહી છે. જે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની છે. 

મધ્યપ્રદેશના આ પોપટની કહાની હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હકીકતે, એક જંગલના પોપટે સ્કૂલના વિદ્યાર્થીની સાથે અનોખી દોસ્તી કરી છે. આ પોપટ અને સ્કૂલના વિદ્યાર્થીઓની વચ્ચે આ અનોખી મિત્રતા હવે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય  બની છે. વિદ્યાર્થી અને પોપટની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  

મામલો ગ્વોલિયર જિલ્લાના શારદા બાલગ્રામ જંગલની પાસેનો છે. જ્યાં જંગલના એક પોપટની પાસેના ગામના એક સ્કૂલના બાળકો સાથે મિત્રતા થઈ ગઈ છે. બાળકો જ્યારે સ્કૂલ જાય છે તો પરત ફરતી વખતે પોપટ તેમની ઉપર બેસી જાય છે. આ પોપટ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે રમે છે અને તેમની સાથે ભોજન પણ કરે છે. 

સ્કૂલના વિદ્યાર્થી વિવેકે જણાવ્યું કે, 'પોપટ દરરોજ આવે છે જ્યારે અમે સ્કૂલ માટે નિકળીએ છીએ. તે અમારા ખભા પર અથવા ક્યારેય અમારા માથા પર બેસી જાય છે. તે અમારી સાથે રમે છે. અમારાથી ડરતો નથી અને અમે લોકો તેની સાથે ખૂબ મસ્તી પણ કરીએ છીએ.'


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ