બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti chopra Raghav chadha Engagement relationship rumours of actress before radhav chadha

મનોરંજન / રાઘવ ચડ્ઢા પહેલા આ બોલિવુડ એક્ટર્સ સાથે જોડાઈ ચુક્યું છે પરિણીતિ ચોપરાનું નામ, આજે છે એક્ટ્રેસની સગાઈ

Arohi

Last Updated: 11:49 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parineeti Chopra Raghav Chadha Engagement: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા આજે દિલ્હીમાં AAP નેતા રાઘવ ચડ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. આ જોડી ગયા વર્ષે ખૂબ જ ચર્ચામાં રહી છે. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે રાઘવ પહેલા કોની કોની સાથે પરિણીતિનું નામ જોડાઈ ચુક્યું છે.

  • આજે રાઘવ- પરિણીતિ કરવા જઈ રહ્યા છે સગાઈ 
  • AAP નેતા સાથે કરશે એક્ટ્રેસ સગાઈ 
  • આ પહેલા એક્ટ્રેસનું આ લોકો સાથે જોડાઈ ચુક્યું છે નામ 

હિંદી સિનેમાની ફેમસ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા લાંબા સમયથી એક બીજાની સાથે જોવા મળી રહ્યા છે. સતત એક સાથે સ્પોટ થયા બાદ હવે બન્નેની સગાઈની ચર્ચા પણ ખૂબ થઈ રહી હતી. એવામાં હવે પરિણીતિ ચોપરા અને રાધવ ચડ્ઢા સગાઈ કરવા જઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકોને મનમાં એવો સવાલ હશે કે પરિણીતિએ બોલિવુડથી બહાર કેમ સગાઈ કરવાનું પસંદ કર્યું. 

પરિણીતિની લાઈફમાં રાઘવની એન્ટ્રી થઈ એ પહેલા તેનું નામ ઘણા બોલિવુડ એક્ટર્સ સાથે જોડાઈ ચુક્યું છે. જોકે તેણે ક્યારેય પણ કોઈની સાથે પણ પોતાના સંબંધ પર હામી નથી ભરી. પરંતુ તેને ઘણી વખત એક્ટર્સની સાથે જોવામાં આવી છે. આવો જાણીએ પરિણીતિના લવ અફેર વિશે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અર્જુન કપૂર 
પરિણીતિ ચોપરા અને અર્જુન કપૂરે એક સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ ઈશકઝાદેથી આ જોડીએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. બન્નેની પહેલી ફિલ્મ હતી અને બન્નેએ એક બીજાની સાથે સારી બોન્ડિંગ શેર કરી હતી. બન્નેના રિલેશનની ખબર બોલિવુડની ગલીઓમાં દરેક બાજુ ફેલાઈ ચુકી હતી. પરંતુ બન્નેનએ હંમેશા એક બીજાની સાથે સારી મિત્રતા હોવાનું જણાવ્યું. પરિણીતિ અને અર્જુને ક્યારેય પોતાના સંબંધની હકીકત દુનિયાની સામે નથી જાહેર કરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @adityaroykapur

આદિત્ય રોય કપૂર 
અર્જુન કપૂરની જેમ જ પરિણીતિ ચોપરાએ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે ફિલ્મમાં કામ કર્યું છે. 'દાવત એ ઈશ્ક'માં આ જોડી સાથે જોવા મળી ચુકી છે. જોકે ઓન સ્ક્રીન આ જોડી કંઈ ખાસ કમાલ ન કરી શકી. પરંતુ રિયલ લાઈફમાં બન્ને એક બીજાનો સાથ પસંદ કરવા લાગ્યા હતા. બન્નેના લવ અફેરના ખૂબ ચર્ચા પણ થયા હતા. પરંતુ બન્ને સ્ટાર્સે ક્યારેય પણ આ મુદ્દા પર વાત નથી કરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uday Chopra (@udayc)

ઉદય ચોપરા 
ઉદય ચોપરાની સાથે પણ પરિણીતિ ચોપરાના અફેરની ચર્ચા સામે આવી ચુકી છે. ફિલ્મના સેટ પર બન્નેને લઈને ખબર આવી હતી કે ઉદય અને પરિણીતિ એક બીજા સાથે ઘણો સમય પસાર કરે છે. જોકે અમુક સમય બાદ જ બન્નેના અફેરની ખબર આવવાનું બંધ થઈ ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ