બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panchmahal farmer bharat mala project land

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર / ભારત માલા પ્રોજેક્ટ હેઠળ જમીનનું સંપાદન કરનારા આ જિલ્લાના ખેડૂતોને જમીનનું વળતર ન મળતા હાલત કફોડી

Published By: Divyesh

Last Updated: 09:58 AM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત માલા પ્રોજેક્ટ હેઠળ જમીનનું સપાદન કરનારા પંચમહાલના ખેડૂતોને જમીનનું વળતર ન મળતા હાલત કફોડી જોવા મળી.

  • પંચમહાલના ખેડૂતોને જમીનનું વળતર ન મળતા હાલત કફોડી
  • ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યું છે જમીનનું સંપાદન
  • 100થી વધારે ખેડૂતોની જમીન સંપાદીત કરવામાં આવી છે

ભારત સરકાર દ્વારા ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્લી-મુંબઇ નેશનલ ગ્રીન કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલી જમીનના વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પંચમહાલના કાલોલ તાલુકાના કાનોડ, ભાટપુરા, ભાદરોલી સહિતના ગામોના 100થી વધારે ખેડૂતોની જમીન સંપાદીત કરવામાં આવી છે.
 

જે ખેડૂતોને વળતરની રકમ મળી નથી. કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલી જમીનના વળતરની નોટિસ પણ જમીનના મૂળ માલિકની જગ્યાએ અન્ય ખેડૂતને આપી દેવાઇ છે. જેના કારણે મૂળ જમીન માલિક મુંઝવણમાં મુકાયા છે.

હાઇવે ઓથોરિટી દ્વારા નોટિસમાં વળતરની રકમ પણ ઓછી આકારવામાં આવી છે. જેને લઇને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યાં છે. ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે અને સરકાર પાસે જમીન વળતરની રકમ ઝડપી મળે તેવી માંગ કરી રહ્યાં છે. સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે ગંભીરતા દાખવે અને ખેડૂતોને તેમની જમીનનું પુરે પુરૂ વળતર મળે તેવી માગ કરી છે.
 

દિલ્હી - મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર નિર્માણમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી, કાનોડ, ભાટપુરા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી જે ખેડૂતોને આજદિન સુધી જમીન નું વળતર ન મળતા ખેડતો ની હાલત કફોડી  બની છે. 

ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા ભારત માલા પ્રોજેકટ અંતર્ગત દિલ્હી - મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જે માટે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા આ કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલ જમીનના વળતરની રકમ  ન મળતા  ખેડૂતોની હાલત કફોડી બની છે.

સંકળાયેલા મુદ્દાઓ

Government Panchmahal ખેડૂત પંચમહાલ સરકાર Panchmahal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ