બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Pakistani Seema statement demands probe

સવાલો / ઈસ્લામ વિશે હું કશું નથી જાણતી: પાકિસ્તાની ભાભી સીમા પર ઉઠી હવે શંકાની સોય! એક નિવેદન બાદ ઉઠી તપાસની માંગ

Kishor

Last Updated: 02:46 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાનની પબજી ગેમની લવ સ્ટોરીની ચર્ચા અને શંકા વચ્ચે સેમાના જવાબે લોકોમાં શંકાને ઘેરી બનાવી છે. જેથી લોકો તપાસની માંગ કરી રહ્યા છે.

  • ભારત-પાકિસ્તાનની પબજી ગેમની લવ સ્ટોરી ભારે ચર્ચામાં
  • સીમાના જવાબથી લોકોના મનમાં ઉભા થયા સવાલો
  • ઇસ્લામના એક પણ કલમા સીમાને યાદ નથી

છેલ્લા કેટલાક સમયથી પબજી ગેમની લવ સ્ટોરીએ ભારત-પાકિસ્તાનમાં ખુબ જ ચર્ચા જગાવી છે. લોકોને હજુ પણ વાત ગળે નથી ઉતરતી કે સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા પોતાના ચાર બાળકોને લઇને પ્રેમી સાથે રહેવા ભારત આવી ગઇ. સીમાનો પ્રેમી સચીન ગ્રેટર નોઇડામાં રહે છે અને ઉંમરમાં તે સીમાથી નાનો પણ છે. સીમાનો દાવો છે કે તે પબજી ગેમ રમતી વખતે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા ત્યારબાદ સીમા પાકિસ્તાનમાં પોતાનું ઘર વેંચ પૈસા લઇને ભારત આવી ગઇ છે. 

હિન્દુ ધર્મ અંગિકાર કરી લેશે

સીમાનું કહેવું છે કે હવે તે ગંગામાં ડૂબકી મારી સ્નાન કરશે અને હિન્દુ ધર્મ અંગિકાર કરી લેશે. સીમાએ પોતાના બાળકોના નામ પણ બદલી નાખ્યા છે. સીમા વિશેની આવી તો અનેક વાતો છે જે લોકોને માનવામાં આવતી નથી, સીમા એક પછી એક એવી વાતો કરી રહી છે જેનાથી લોકોના મનમાં શંકા ઉદભવી રહી છે. આથી જ સોશિયલ મીડિયા પર ભારતના લોકો સીમાને પાકિસ્તાની જાસુસી એજન્સી આઇએસઆઇની એજન્ટ ગણાવી રહ્યાં છે. આ દરમિયાન જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેનાથી લોકોના મગજમાં વધુ કેટલાક સવાલો ઉદભવી રહ્યાં છે. 

ઇસ્લામના એક પણ કલમા સીમાને યાદ નથી

ન્યુઝ રિપોર્ટરના સવાલ પુછવા પર સીમા જણાવે છે કે તે માત્ર પોતાના પતિ અને સસરાને જ ઓળખે છે. સસરાની બે પત્ની છે. તો રિપોર્ટરે પ્રશ્ન કર્યો કે શું તે નમાજ પઢે છે, તો જવાબમાં સીમા બોલે છે કે રમઝાનમાં એક વખત નમાજ પઢી હતી, અન્ય દિવસોમાં નમાજ નથી પઢતી. ત્યારબાદ રિપોર્ટર સીમાને સુરત ફતિહા સંભળાવવાનું કહે છે, આ અંગે સીમા કહે છે કે સોરી સર, નહીં. હું ભૂલી ગઇ છું. ઇસ્લામના એક પણ કલમા સીમાને યાદ નથી. આ વીડિયો જોયા બાદ લોકો સીમાની ગંભીરતાથી તપાસ કરવાની માગણી કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ