બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / pakistani batsman umar akmal handed three year ban on corruption charges from all forms of cricket
ADVERTISEMENT
પાકિસ્તાનના ક્રિકેટર ઉમર અકમલ પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે એ ક્રિકેટના કોઇ પણ ફોર્મેટમાં રમી શકશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોમવારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપી. ઉમર અકમલને પીસીબીના અનુશાસનાત્મક પૈનલના અધ્યક્ષ જસ્ટિસ ફઝલ-એ-મીરાન ચૌહાણે ત્રણ વર્ષનો પ્રતિબંધ સોંપ્યો છે.
તમને જણાવી દઇએ કે ઉમર અકમલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યો હતો અને એ મામલામાં એની પર કાર્યવાહી થઇ છે. ઉમર અકમલને પાકિસ્તાન સુપર લીગ શરૂ થવાના એક દિવસ પહેલા જ એમાં ભાગ લેવાથી રોકી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પીસીબી એ ઉમર અકમલની વિરુદ્ધ તપાસ શરૂ કરવાના કારણોનો ખુલાસો કર્યો નથી, પરંતુ એની પર બોર્ડની ભ્રષ્ટાચાર નિરોધક સંહિતાની ધારા 2.4.4 હેઠળ ફેબ્રુઆરીમાં થયેલા બે મામલા હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.
Umar Akmal handed three-year ban from all cricket by Chairman of the Disciplinary Panel Mr Justice (retired) Fazal-e-Miran Chauhan.
— PCB Media (@TheRealPCBMedia) April 27, 2020
ADVERTISEMENT
ઉમર અકમલને પાકિસ્તાન સુપર લીગની 2020 સીઝનની પહેલી મેચ પહેલા પૂર્વ નિલંબિત કરી દેવામાં આવ્યો હતો. એ પાકિસ્તાનના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન કામરાન અકમલનો નાનો ભાઇ છે.
ADVERTISEMENT
ઉમર અકમલ પાકિસ્તાન માટે છેલ્લી વખત ઑક્ટોબરમાં રમી હતી. એ 16 ટેસ્ટ, 121 વન ડે, 84 ટી-20 મેચ રમીને ક્રમશ: 1003, 3194,1690 રન બનાવી ચુક્યા છે.
પોતાના કરિયરની સારી શરૂઆત કરનાર અકમલની મોટાભાગે પ્રશાસકો સાથે બબાલ થતી રહી છે. એમને ફેબ્રુઆરીમાં લાહોરમાં સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં એક ટ્રેનરને ફિટનેસ ટેસ્ટ દરમિયાન કથિત રીતે અપશબ્દ પણ કહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.