બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / pakistan responsible nuclear state says pak minister day after atom bomb threat

બફાટ / મહિલા મંત્રીએ જ પાકિસ્તાનની કરાવી નાખી મોટી ફજેતી, કાલે અણુબોંબની ધમકી આપી, આજે 'પાણીમાં બેઠા'

Hiralal

Last Updated: 03:16 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન સરકારના મંત્રીઓ ખોટા ખોટા નિવેદનો આપીને દેશનું નામ ખરાબ કરવા લાગ્યાં છે. ગઈ કાલે ભારતને અણુયુદ્ધની ધમકી આપનાર મંત્રી આજે ફરી ગયા.

  • શહબાઝ સરકારની મહિલા મંત્રી શાઝિયા મર્રીએ પલટી મારી
  • હવે કહ્યું પાકિસ્તાન એક જવાબદાર ન્યુક્લિયર સ્ટેટ 
  • ગઈકાલે ભારતને આપી હતી પરમાણુ હુમલાની ધમકી

લાગે છે કે પાકિસ્તાની મંત્રીઓ જ દેશનું નામ કરવા લાગ્યાં છે. થાય કંઈ નહીં તોય ભારતને છાસવારે પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં છે પરંતુ પાછા તરત ફરી પણ રહ્યાં છે. ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપનાર શહબાઝ શરીફ સરકારના મહિલા મંત્રી શાઝિયા મર્રીએ ગઈકાલના તેમના નિવેદન પર પલટી મારી છે. ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનાર શાઝિયા મર્રીએ હવે પાકિસ્તાનને એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર ગણાવ્યું છે. જો કે, તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચવા માટે ખોટા નિવેદનનો સહારો લીધો છે. તેમણે ફરી એક વાર પોતાના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતા વધારે બલિદાન આપ્યું છે.

પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ સ્ટેટ- મંત્રી મર્રી 
મર્રીએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતાં વધુ બલિદાન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે "પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે", તેમનું નિવેદન ભારતને "પરમાણુ બોમ્બ" ચેતવણી આપ્યાના એક દિવસ પછી આવ્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ અગાઉ કહ્યું હતું કે, "ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. 

શાઝિયાએ ગઈકાલે શું કહ્યું હતું
પાકિસ્તાની મંત્રી શાઝિયા મર્રીએ ગઈકાલે બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણ કહ્યું કે અમા પરમાણુ શસ્ત્રો કંઈ ખામોશ રહેવા માટે નથી બનાવાયા. તેમના આ નિવેદન પર બબાલ મચી હતી. 

બિલાવલ ભુટ્ટો પીએમ મોદી પર અત્યંત વાંધાજનક ટીપ્પણી કરી હતી 
આ પહેલા બિલાવલ ભુટ્ટોએ અત્યંત વાંધાજનક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઓસામા બિન લાદેન તો મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ જીવતો છે." આ ટિપ્પણીને ભારત દ્વારા આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે ઓસામા બિન લાદેનને શહીદ તરીકે ગૌરવાન્વિત કરે છે અને જકીઉર રહેમાન લખવી, હાફિઝ સઇદ, મસૂદ અઝહર, સાજીદ મીર અને દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીઓને આશ્રય આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ