બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / પાક ડેપ્યુટી PM ના સંબંધીની લંપટગીરી: વિદેશી મહિલા સાથે ગેંગરેપ બાદ માંગી 1 લાખ ડોલરની ખંડણી
Last Updated: 09:15 PM, 4 July 2026
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારના નજીકના સંબંધી મોહમ્મદ રઝા ડાર અને તેના 3 સાથીઓ દ્વારા બે વિદેશી મહિલાઓનું અપહરણ કરી તેમની પર સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) ગુજારવાના કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ ચકચારી મામલાની એક પીડિત મહિલાએ મેજિસ્ટ્રેટ સમક્ષ સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાની વિદેશ મંત્રીના સંબંધી અને તેના સાથીઓએ તેમને કેદમાંથી મુક્ત કરવાના બદલામાં 1 લાખ અમેરિકન ડોલરની ભારેખમ ખંડણી વસૂલી હતી.
ADVERTISEMENT
આ સમગ્ર વિગત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બંને વિદેશી પીડિતાઓ પૈકીની એક, એસ્ટ્રિડ ગેબ્રિએલા રોબિન્સન બ્રાચોએ CrPC ની કલમ 164 હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું. પોતાના નિવેદનમાં મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે અપહરણ અને સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપી મોહમ્મદ રઝા ડારે તેમને છોડવા માટે 1 લાખ અમેરિકન ડોલરની માંગણી કરી હતી જે તેને ચૂકવવામાં આવી હતી.
ADVERTISEMENT
کیونکہ اغواکار اور زیادتی میں اسحاق ڈار کا نواسہ شامل تھا اس لئے سی سی ڈی کے ہیڈ چٹھہ کو یہاں ہاف فرائی فل فرائی یاد نہیں آیا
— Baba Yaga (@Dr_Morbius_) July 3, 2026
ورنہ کوئی عام ملزم ہوتا تو ڈی این اے رپورٹ اور چالان پیش کیے بغیر ہی اسکو رات کو قتل کردیا جاتا pic.twitter.com/sOueEHlIdE
ADVERTISEMENT
પાકિસ્તાની મીડિયા ન્યૂઝના રિપોર્ટ અનુસાર, પીડિત મહિલા એસ્ટ્રિડે મેજિસ્ટ્રેટને જણાવ્યું કે તે પોતાની બહેનપણી સ્ટેફની એડ્રિયાના સાથે સિંગાપોરથી લાહોર પહોંચી હતી. લાહોર આવ્યાના ગણતરીના સમયમાં જ કેટલાક હથિયારધારી શખ્સોએ તેઓ જ્યાં રોકાયા હતા તે ઠેકાણા પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ તે બંને મહિલાઓને દોરડાથી બાંધીને એક રૂમમાં પૂરી દીધી હતી. મુખ્ય આરોપી રઝા ડાર સતત એસ્ટ્રિડ પાસે તેના કમ્પ્યુટર તેમજ ક્રિપ્ટોકરન્સી ફંડનો એક્સેસ અને પાસવર્ડ માંગી રહ્યો હતો. એસ્ટ્રિડે જ્યારે જણાવ્યું કે પૈસાવાળું કમ્પ્યુટર લીલા રંગની બેગમાં છે, ત્યારે ડારે તે મેળવી લીધું હતું.
ADVERTISEMENT
પીડિતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે રઝા ડારે તેના જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેના નજીકના સંબંધીઓને પૈસાની માંગણી કરતા અનેક મેસેજ મોકલ્યા હતા. શરૂઆતમાં કોઈ જવાબ ન મળ્યો, પરંતુ બાદમાં સ્ટેફનીની માતાએ જણાવ્યું કે તેમણે 1 લાખ અમેરિકન ડોલરની વ્યવસ્થા કરી લીધી છે. કેદના છેલ્લા દિવસે રઝા ડારે સ્વીકાર્યું કે તેને પૈસા મળી ગયા છે અને હવે બંને મહિલાઓ મુક્ત છે.
ADVERTISEMENT
ત્યારબાદ જ્યારે બંને યુવતીઓને તેમના પાસપોર્ટ પરત આપીને એરપોર્ટ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે રસ્તામાં તેમની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતનો લાભ ઉઠાવીને એસ્ટ્રિડ અને સ્ટેફની ગાડીમાંથી ભાગી છૂટ્યા હતા અને રસ્તા પર મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. ત્યાં હાજર એક ટ્રાફિક પોલીસ ઓફિસરે બંને વિદેશી મહિલાઓની સ્થિતિ જોઈને તેમને તાત્કાલિક બચાવી લીધા હતા અને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.