બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 AM, 23 April 2025
જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બૈસરનમાં મંગળવારે બપોરે પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આ હુમલામાં 27 લોકોના મોત થયા છે. જોકે, સત્તાવાર રીતે 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. લગભગ 17 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ઇઝરાયલ અને ઇટાલીના બે વિદેશી પ્રવાસીઓ ઉપરાંત દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
મૃતકોની વિગતો
ADVERTISEMENT
કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ બુધવારે શ્રીનગર લાવવામાં આવ્યા જ્યાં અધિકારીઓ પોલીસ કંટ્રોલ રૂમમાં પુષ્પાંજલિ અર્પણ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે અમને 26 મૃતદેહો મળ્યા છે, જે બુધવારે સવારે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજ (GMC) લાવવામાં આવ્યા. મૃતદેહોને પોલીસ કંટ્રોલ રૂમ (પીસીઆર) લઈ જવામાં આવશે.
ઘાયલોના નામ
ADVERTISEMENT
બુધવારે રાત્રે શ્રીનગર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે પીસીઆર ખાતે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. મંગળવારે પહેલગામના બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરી દીધી, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ છેલ્લા કેટલાક વર્ષોમાં કાશ્મીરમાં નાગરિકો પર થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલાઓમાંનો એક છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: હજું તો લગ્નના 2 જ મહિના થયા હતા, આતંકીઓએ પત્ની સામે જ કરી દીધી શુભમની હત્યા
જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જારી કર્યો હેલ્પલાઇન નંબર
ADVERTISEMENT
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. આના દ્વારા, દેશ અને દુનિયાના લોકો પહેલગામમાં ફસાયેલા તેમના પ્રિયજનોની સુખાકારી જાણી શકે છે.
#WATCH | Pahalgam, J&K | Indian Army personnel arrive at Baisaran meadow, where the terrorist attack took place yesterday that left several people dead and many injured. pic.twitter.com/tgUyaIViBr
— ANI (@ANI) April 23, 2025
ADVERTISEMENT
મદદ માટે તમે નીચેના નંબરો પર ફોન કરી શકો છો.
અનંતનાગ પોલીસે પણ હેલ્પલાઇન નંબરો જારી કર્યા. પ્રિયજનો વિશે માહિતી મોબાઇલ નંબર 9596777669 અને ફોન નંબર 01932225870 પર મેળવી શકાય છે. આ ઉપરાંત, 9419051940 નંબર પર વોટ્સએપ પણ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.