બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / overuse of antimicrobials causes reinfection of coronavirus

ચિંતાજનક / ICMRના રિપોર્ટે વધારી ચિંતા, કોરોનાના દર્દીઓ પર ફંગલ ઈન્ફેક્શનની દવા બિનઅસરકારક થવાનું સંકટ

Dharmishtha

Last Updated: 08:16 AM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICMRના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે એન્ટીમાઈક્રોબિયલના વધારે ઉપયોગના કારણે દર્દીઓમાં ફરી ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધી રહ્યો છે.

  • દર્દીઓમાં ફરી ફંગલ ઈન્ફેક્શન થવાનો ખતરો વધી રહ્યો છે
  • એન્ટીમાઈક્રોબિયલના વધારે ઉપયોગથી પૈથોજેન બને છે 
  • આ રિસર્ચ માટે દિલ્હીના 30 અલગ અલગ સેન્ટરથી ડેટા લેવાયા

 દર્દીઓમાં ફરી ફંગલ ઈન્ફેક્શન થવાનો ખતરો વધી રહ્યો છે

કોરોનાને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) હાલમાં એક રિસર્ચ કર્યુ છે. એ મુજબ એન્ટીમાઈક્રોબિયલ (Antimicrobials)ના વધારે ઉપયોગના કારણે દર્દીઓમાં ફરી ફંગલ ઈન્ફેક્શન થવાનો ખતરો વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે એન્ટીમાઈક્રોબિયલ રેસિસ્ટેન્સ રિસર્ચ એન્ડ સર્વિલન્સ નેટવર્કની નવીનતમ વાર્ષિક રિપોર્ટ જારી કરવામાં આવી છે.

એન્ટીમાઈક્રોબિયલ શું છે

તમે એન્ટીબાયોટિકનું નામ સાંભળ્યું હશે. તેનો ઉપયોગ બેક્ટેરિયને ખતમ કરવા માટે કરવામાં આવે છે. બસ એવી જ રીતે એન્ટીમાઈક્રોબિયલનો ઉપયોગ માણસો, જાનવરો અને વૃક્ષોમાં ફંગલ ઈન્ફેક્શનને રોકવા માટે કરવામાં આવે છે.

વધારે ઉપયોગથી નુકસાન

ICMRના જણાવ્યાનુંસાર એન્ટીમાઈક્રોબિયલના વધારે ઉપયોગથી પૈથોજેન બને છે એટલે કે આ બેક્ટેરિયા અને ફંગસનો જન્મ થાય છે જે ફરી ફંગલ ઈન્ફેક્શન પેદા કરી રહ્યા છે સામાન્ય રીતે ઈન્ફેક્શન દવાઓના ઉપયોગ બાદ પર જલ્દી ખતમ નથી થતા. આને વિજ્ઞાનની ભાષામાં એન્ટીમાઈક્રોબિયલ રેજિસ્ટેન્સ કહેવામાં આવે છે.  આ પૈથોજેનના ચાલતા દર્દીઓમાં નિમોનિયા અને યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન જોવા મળે છે. રિપોર્ટમાં આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોનાના ચાલતા ફંગલ ઈન્ફેક્શનનું સંકટ વધી રહ્યું છે.

ક્યાંથી લેવામાં આવ્યો ડેટા?

આ રિપોર્ટને દિલ્હીના 30 અલગ અલગ સેન્ટરથી ડેટા લીધા બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે નવા પૈથોજેનની કેવી રીતે સારવાર કરી શકાય છે. આઈસીએમઆરમાં રોગચાળા અને સંક્રમિત રોગ વિભાગના એક વૈજ્ઞાનિક ડો. કામિની વાલિયાએ એક અંગ્રેજી અખબારને કહ્યું કે અમારી પાસે એસિનેટોબેક્ટર બોમની અને ક્લેબસિએલા ન્યૂમોનિયા જેવા રોગજનક પણ છે જે દવા પ્રતિરોધ વધારી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ