બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / others pullela gopichand coaches left red faced as pornographic images surface during online zoom session
ADVERTISEMENT
કોરોના વાયરસના કારણે ખેલાડીઓને ટ્રેન કરવા માટે તમામ કોચ અને ફેડરેશને ઑનલાઇન કોચિંગની શરૂઆત કરી. બાઇએ પણ સોમવારે ઝૂમ એપથી મદદથી કોચિંગની શરૂઆત કરી. પરંતુ થયું એવું કે ખેલાડીઓને આપવામાં આવી રહેલી ઑનલાઇન વીડિયો ક્લાસમાં અચાનક પોર્ન તસવીર જોવા મળી.
વિદેશી કોચ અને ગોપીચંદ પણ ક્લાસમાં હતા સામેલ
બાઇ (BAI)એ 21 દિવસ માટે ખેલાડીઓ માટે આ કોટિંગ ક્લાસ રાખ્યા હતા. ઇન્ડોનેશિયાઇ કોચ અગસ ડ્વી અને નમરીહ સંતુસુ અને ગોપીચંદ પણ આ ક્લાસ જોઇ રહ્યા હતા. ત્યારે કોઇ હેકરે આ વીડિયો ક્લાસ હેક કર્યા અને ક્લાસમાં પોર્ન તસવીર દેખાવા લાગી. એક મીડિયા રિપોર્ટ અનુસાર સંતુસુ આ ક્લાસને હેડ કરી રહ્યા હતા. એમને જણાવ્યું કે આ થોડી વાર માટે રોકાઇ પરંતુ ફરીથી આવું થવા લાગ્યુ, સમગ્ર ક્લાસમાં આ ઘણી વખત થયું. એક અન્ય કોચે કહ્યું કે આ ક્લાસમાં ઘણા યુવા બાળકો અને માતા પિતા પણ જોડાયા હતા.
ADVERTISEMENT
બાઇએ પ્રોગ્રામ હેક કરવાની વાતને ફગાવી દીધી એમને કહ્યું કે આ બધુ એક ટેકનીક ખામીને કારણે થયુ.
આઠ મે સુધી ચાલવાનો છે આ કાર્યક્રમ
બીએઆઇના આ પહેલાના કોચ વિકાસ કાર્યક્રમમાં દેશભરમાં આશરે 800 પ્રતિભાગિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ આઠ મે સુધી ચાલવાનો છે. આ કાર્યક્રમ ત્રણ સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે અને સમગ્ર કોર્સને 39 વિષયોમાં વહેંચવામાં આવ્યો છે. એનાથી પ્રશિક્ષકોને ભારતીય બેન્ડમિન્ટન ટીમના મુખ્ય કોચ પુલેલા ગોપીચંદની આગેવાનીમાં શીર્ષ સ્તરના કોચથી વિસ્તારથી શીખવાની તક મળશે. અવસર પર ગોપીચંદે કહ્યું હતું કે આ એક શાનદાર પ્લેટફોર્મ છે, જ્યાં વિદેશી કોચોન અનુભવ આપણા દેશમાં દર સ્તરના કોચોને કૌશલને નિખારવામાં કામ આવશે. કોચિંગ અને બનિયાદી દ્રષ્ટિકોણમાં આ પ્રકારની ચીજો અદ્ભુત છે, જેના માટે લૉકડાઉમાં કોઇએ વિચાર્યું નહતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.