બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Organized Sita Swayamvar program at Mehsana

આયોજન / મહેસાણાના 'સીતા સ્વયંવર'માં પહોંચી ગયા 450 યુવકો, યુવતીઓ માત્ર 30, એ પણ MP-ઝારખંડની

Dinesh

Last Updated: 05:48 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના વિસનગર ખાતે સીતા સ્વયંવર કાર્યક્રમ યોજાયો હતો જે સ્વયંવરમાં 30 યુવતીઓ સામે 450 યુવાનો હાજર રહ્યાં હતાં.

  • મહેસાણા ખાતે સીતા સ્વયંવર કાર્યક્રમનું આયોજન
  • સ્વયંવરમાં માત્ર 30 યુવતીઓએ આપી હાજરી
  • 200 યુવતીઓએ કરાવ્યું હતું રજિસ્ટ્રેશન


મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક રીતે અગ્રેસર રહ્યો છે. મહેસાણામાં પાટીદાર સમાજમાં પુત્ર સંખ્યામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. જેના કારણે મહેસાણામાં પાટીદાર સમાજના સારું કમાતા અને સારું શિક્ષણ મેળવનાર યુવાનોના પણ લગ્ન નથી થઈ રહ્યા. ત્યારે મહેસાણાના વિસનગર ખાતે આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં માત્ર 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવાનો હાજર રહ્યા હતા.

450 યુવકોએ કરાવ્યું હતું રજિસ્ટ્રેશન 
મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા જળવાઈ નથી. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાં અને સારી આવક ધરાવતા હોવા છતાં લગ્નથી વંચિત રહ્યા છે. આ કારણે મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 750 કરતા વધુ યુવતીઓ બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી લગ્ન માટે લાવવામાં આવી છે. ત્યારે જે રાજ્યમાં આજે પણ દહેજ પ્રથા અસ્તિત્વમાં છે. તેવા રાજ્યોના પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી લગ્નથી વંચિત સ્થાનિક યુવાનોને લગ્ન માટે યુવતી મળે તેવો પ્રયાસ કુર્મી પાટીદાર મહાસભા દ્વારા કરવામાં આવ્યો છે. વિસનગર ખાતે આજે પાટીદાર કુર્મી મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી 40 યુવતીઓ હાજર રહી હતી. તો બીજી તરફ રજીસ્ટ્રેશન કરાવનાર 4500 યુવાનો પૈકી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.જો કે આ કાર્યક્રમમાં 200 દીકરીઓને હાજર રાખવાનો ટાર્ગેટ હતો જેની સામે માત્ર 40 દીકરીઓ જ હાજર રહી હતી.

તમામ 450 યુવકો રહ્યાં સ્વયંવરમાં હાજર
આજથી 23 વર્ષ પહેલાં 2001માં વસ્તી ગણતરી વખતે વિસનગરમાં 0થી 6 વર્ષના બાળકોમાં 1000 દીકરાઓના જન્મદર સામે 713 દીકરીઓ સાથે સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે હતું. આ સિવાય મહેસાણા,ઊંઝાની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. એટલે કે તે સમયે ઉત્તર ગુજરાતના આ વિસ્તાર સ્ત્રી ભૃણ હત્યાનું એપી સેન્ટર હતું. જેની અસર આજે આ વિસ્તારમાં કન્યાઓની ખેંચ સ્વરૂપે દેખાઈ રહી છે. ત્યારબાદ વર્ષ 2011માં પણ આ સ્થિતિમાં કોઈ ખાસ સુધાર ન આવ્યો. આ સ્થિતિમાં સ્થાનિક પાટીદાર દીકરીઓની પહેલી પસંદ વિદેશમાં વસતા કે સરકારી નોકરી કરતા યુવાનો હોવાને કારણે સ્થાનિક યુવાનો સામે લગ્ન માટે કન્યા મેળવવી ઝટીલ પ્રશ્ન બની ગયો છે. ત્યારે હવે સમગ્ર દેશમાં વસતા પાટીદાર સમાજને કુર્મી પાટીદાર મહાસભાના નેજા તળે એક મંચ ઉપર લાવી અન્ય રાજ્યની યુવતીઓ સાથે સ્થાનિક યુવાનોના લગ્ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.


ભૂતકાળમાં ચરોતરમાં દહેજ પ્રથાને કારણે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી. તેની જેમ જ સમય બદલતા સ્ત્રી ભૃણ હત્યા શરૂ થઈ જેની અસર 30 વર્ષ પછી પણ દેખાઈ રહી છે ત્યારે આ સમસ્યાનો એક જ ઈલાજ છે દીકરા અને દીકરી વચ્ચે ઉભી થયેલી અસમાનતા દૂર કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ