બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Opposition of Congress candidate Ganiben Thakor

વાવમાં વિરોધ / VIDEO: સત્તા નથી તોય આવું કરો છો...: કહી ગેનીબેન ઠાકોરનો વાવમાં કેમ થયો વિરોધ?

Priyakant

Last Updated: 05:54 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામમાં પ્રચાર કરવા ગયેલા ગેનીબેનને ગામના કેટલાક વ્યક્તિઓએ તેમનો વિરોધ કરી પ્રચાર કરતાં પણ અટકાવ્યા

  • બનાસકાંઠાના ધોભા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિરોધ 
  • સ્થાનિકોએ ગેનીબેનને અટકાવી કર્યો વિરોઘ
  • સ્થાનિકોએ ગેનીબેનને ગામમાં પ્રચાર કરતા પણ અટકાવ્યાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભામાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને રિપીટ કર્યા બાદ હવે તેઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. તેવામાં વાવના ધોભા ગામે ગેનીબેન ઠાકોરનો વિરોધ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ગામમાં પ્રચાર કરવા ગયેલા ગેનીબેનને ગામના કેટલાક વ્યક્તિઓએ તેમનો વિરોધ કરી પ્રચાર કરતાં અટકાવ્યા હતા. 

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકમાં ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા હતા. જેને લઈ આ વર્ષે પણ કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂકીને ગેનીબેન ઠાકોરને જ રિપીટ કર્યા છે. જેથી હવે ગેનીબેન ઠાકોર સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. આ દરમ્યાન તેમના મતવિસ્તારમાં તેમનો વિરોધ થયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મતવિસ્તાર વાવના ધોભા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિરોધ થયો હોવાનું સામે આવ્યું છે. 

સ્થાનિકોએ ગેનીબેનને અટકાવી કર્યો વિરોઘ

વાવના ધોભા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં અચાનક ગામના કેટલાક વ્યક્તિઓએ તેમનો વિરોધ કર્યો હતો. આ સાથે સ્થાનિકોએ ગેનીબેનને ગામમાં પ્રચાર કરતા પણ અટકાવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ સાથે ધોભા ગામમા પ્રચાર દરમ્યાન ગેનીબેનનો સ્થાનીકોએ ઘેરાવો પણ કર્યો હતો. 

લોકોએ કહ્યું સત્તા નથી તોય આવું કરો છો ? 

ધોભા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર અર્થે પહોંચ્યા બાદ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. વિડીયોમાં સંભળાઇ રહ્યું છે કે, લોકો ગેનીબેનને કહી રહ્યા છે કે, કોઈના હાથા ના બનો રાજકારણને રાજકારણની જગ્યાએ રાખો, તમારી પાસે સત્તા નથી તો પણ આટલો વિરોધ કરો છો, તમે સત્તામાં આવ્યા પછી...... આવા અનેક આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ