બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:14 AM, 7 May 2025
Operation Sindoor : ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ બધાની વચ્ચે હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મંગળવારે મધ્યરાત્રિ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલો છોડ્યા. આ હુમલા પછી પાકિસ્તાનમાંથી ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં ત્યાંની વિનાશ અને આતંક સ્પષ્ટપણે જોઈ અને સમજી શકાય છે. અહીં એ ખાસ નોંધનિય છે કે, VTV Digital આ વાયરલ વીડિયોની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર દિલ્હીમાં ભાજપના મંત્રી કપિલ મિશ્રાએ એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પાકિસ્તાનનો છે. વીડિયોમાં કંઈ દેખાતું નથી પરંતુ એક અવાજ સંભળાય છે જે લોકોને ઘર છોડીને કલમાનો પાઠ કરતા રહેવા કહે છે. મિશ્રાએ X પર લખ્યું, પાકિસ્તાનના એક મદરેસામાં રાત્રે જાહેરાત કરવામાં આવી હતી.' ઘર છોડીને ભાગી જાઓ, કલમાનો પાઠ કરતા રહો. જેહાદીઓએ નિર્દોષ લોકોને કલમાનો પાઠ કરવાનું કહ્યું હતું, અને જે લોકો કલમાનો પાઠ ન કરી શકતા હતા તેમને મારી નાખવામાં આવતા હતા. હવે તે દોડતી વખતે કલમાનો પાઠ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોનું VTV Digital કોઇ પણ પ્રકારનું પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
पाकिस्तान के मदरसे में रात को ऐलान हुआ
— Kapil Mishra (@KapilMishra_IND) May 7, 2025
घर छोड़कर भागो , कलमा पढ़ते रहो
जिहादियों ने बेगुनाहों को कलमा पढ़ने को कहा था , जो नहीं पढ़ पाया उसे मार दिया था
अब भागते भागते कलमा पढ़ रहें हैं #OperationSindoor pic.twitter.com/UNWljrcnjC
પાકિસ્તાન અને Pok માંથી કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં મિસાઇલ વિસ્ફોટો દેખાય છે. આગના ગોળાને આકાશ તરફ ઉછળતો જોઈને લોકો ચીસો પાડવા લાગે છે અને બૂમો પાડવા લાગે છે. કેટલાક વીડિયોમાં, લોકો હુમલાઓનો સ્વીકાર કરી રહ્યા છે અને તેમની સેનાને શાપ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો અને 26 નિઃશસ્ત્ર પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરી હતી. આતંકવાદીઓએ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમને કલમાનો પાઠ કરવાનું કહ્યું અને તેમાંથી કેટલાકના પેન્ટ પણ ઉતારી નાખ્યા હતા.
ADVERTISEMENT
મધ્યરાત્રિએ પાકિસ્તાનમાં અરાજકતા
આ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. ભારતના હુમલાઓએ લાહોર, પંજાબથી પીઓકે સુધી ગભરાટ ફેલાવ્યો. ભારતીય મિસાઇલ વિસ્ફોટોના કંપન ઇસ્લામાબાદ સુધી અનુભવાયા. ભારતીય વાયુસેનાએ આ હુમલો કર્યો. રાફેલ અને સુખોઈએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા. આ ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ કમાન્ડ NSA અજિત ડોભાલ પાસે હતી. ઓપરેશન સિંદૂરનો આદેશ અજિત ડોભાલે આપ્યો હતો. જોકે પીએમ મોદી આખી રાત જાગતા રહીને તેના પર નજર રાખી રહ્યા હતા. અજિત ડોભાલ દરેક ક્ષણે આ ઓપરેશન વિશે સતત માહિતી આપી રહ્યા હતા. ભારતના આ હુમલાની ખાસ વાત એ છે કે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
7 મે ઓપરેશન સિંદૂર
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂરનો પાયો NTRO એટલે કે નેશનલ ટેકનોલોજી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા નાખવામાં આવ્યો હતો. તેનું કામ પાકિસ્તાન અને પીઓકેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ઓળખવાનું હતું. આ સ્થળો પર દેખરેખ રાખવામાં આવી હતી. આ પછી એક યોજના બનાવવામાં આવી. પાકિસ્તાન પર હુમલો કરવાનો છેલ્લો કોલ NSA અજિત ડોભાલે લીધો હતો. પીએમ મોદીએ તેને મંજૂરી આપી. આ પછી 7 મેની રાત્રે લગભગ 1 વાગ્યે પાકિસ્તાન રાખ થઈ ગયું. ભારતે મુરિદકે, મુઝફ્ફરાબાદ અને કરાચીમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂરનું નામ એ મહિલાઓના સિંદૂરથી પ્રેરિત હતું જેમના પતિ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. હિમાંશી નરવાલ અને શુભમની પત્નીના સિંદૂરનો હિસાબ હવે મળી ગયો છે.

ADVERTISEMENT
કેવી રીતે કરાયું ઓપરેશન સિંદૂરનું પ્લાનિંગ?
વધુ વાંચો : Photos: હવે જોઇએ છે પુરાવો? તો એકવાર એર સ્ટ્રાઇકના આ ફોટોઝ પર નજર મારી લેજો
આતંકીઓને શોધવામાં ભારત સફળ
NTRO શું છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.