બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / આજે પ્રોમિસ ડે પર પાર્ટનર ખુશ થઈ જશે, વચનોની ભરેલા આ મેસેજ મોકલો, સંબંધ જિંદગીભર સચવાશે
Last Updated: 08:15 AM, 11 February 2025
ફેબ્રુઆરી મહિનો આવે એટલે જાણે કે હવામાં જ પ્રેમ દેખાય છે. ગુલાબી ઠંડીની વચ્ચે મનગમતા વ્યક્તિ સાથે પ્રેમની અભિવ્યક્તિ કરવાની સિઝન. એમાં પણ વેલેન્ટાઇન વીક દરમિયાન રોજ નવા નવા ડે દ્વારા પ્રેમને અભિવ્યક્ત કરવામાં આવે છે.
ADVERTISEMENT
આજે 11 ફેબ્રુઆરીએ 'પ્રોમિસ ડે' ઉજવાશે. પ્રેમમાં વાયદાનું પણ અનેરું મહત્ત્વ અને સ્થાન છે. ઇતિહાસમાં એવા પણ દાખલા છે પ્રિય પાત્રને આપેલું એક વચન નિભાવવા માટે ગમે તે કરી છૂટયા હોય. 'વચન' આપવું એ જેટલું જરૂરી છે તેનાથી વાંચું જરૂરી છે તે 'વચન'ને નિભાવવી બતાવવું, અને તમે પણ જો આજના દિવસે તમારી ગમતી વ્યક્તિને કોઈ વચન એટલે કે પ્રોમિસ આપવા માંગતા હોય તો આ અમુક આઇડીયાઝ તમારા માટે.

ADVERTISEMENT
આમ તો વચન એવું આપવું જોઈએ તમારા પાર્ટનરને કે જે તમે જીવનભર નિભાવી શકો. ઘણા હિન્દી ગીતો પણ એવા છે કે જે આવા જ જિંદગીબહારના સાથની વાત કરે છે જેમ કે, " વાદા રહા સનમ, હોંગે જુદા ના હમ" કે પછી હોય ".. ફીર હો ના જુદા હાં યે વાદા રહા", "વાદા કર લે સાજના તેરે બીના મે ના રહું હો કે જુદા" .. ખેર આવા તો ઘણા હિન્દી ગુજરાતી ગીતો છે જે તમે તમારા પ્રેમી/પ્રેમિકાને વચન સ્વરૂપે મેસેજમાં કહી શકો છો. તો આ અવસરે ગુજરાતના ખૂબ જાણીતા કવિ સ્વ. રમેશ પારેખની આ રચના પણ ક્યાંક તમને કામ આવશે.
એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !
– રમેશ પારેખ
ADVERTISEMENT
વધુ વાંચો: રણવીર અલ્હાબાદિયા, સમય રૈના સહિતના ઇન્ફ્લુઅન્સર સામે FIR દાખલ, બે વર્ષ રહેવું પડશે જેલમાં?

ADVERTISEMENT
આ સિવાય પણ તમે સ્વીટ સિમ્પલ મેસેજ કરવા માંગતા હોય તો અપનાવી લો આ આઇડિયા.
ADVERTISEMENT
અને આ વ્યસ્ત સમયમાં તમે કોઈને સૌથી મોંઘી ગિફ્ટ આપવા માંગો છો તો એ છે તમારો સમય એ માટે તમે કહી શકો કે,
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.