બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / On the eve of the 10th edition of VGGS at Gandhinagar, 3 more MoUs were signed in the tenth link for industrial investments in the state.

VGGS / ગુજરાત સરકારે આ સેક્ટરમાં 3000 કરોડના MoU કર્યા, સંભવિત 9000 રોજગારીની તકોનું સર્જન થશે, જાણો વિગત

Dinesh

Last Updated: 04:10 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, એન્જીનીયરીંગ તેમજ ઓટો સેક્ટર માટે કુલ-3 MoU દ્વારા રૂ. 3000 કરોડનું સંભવિત રોકાણ આવશે: વધુ 9000 રોજગારીની તકોનું સર્જન થશે

  • VGGSની 10મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં MoU થયાં
  • રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેની દસમી કડીમાં વધુ ત્રણ MoU થયાં
  • 39 MoU દ્વારા કુલ 65,000થી વધુ સંભવિત રોજગાર અવસર મળશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તાજેતરમાં જ રાજ્ય સરકારે જેની સફળતાના 20 વર્ષની સમિટ ઑફ સક્સેસ તરીકે ઉજવણી કરી છે તે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્‍ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-2023થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી મુખ્યમંત્રીની પ્રેરણાથી યોજવામાં આવે છે.  આ ઉપક્રમના દસમાં તબક્કામાં બુધવાર તા.18 ઑક્ટોબરે ટેક્ષટાઇલ, એન્જીનીયરીંગ, ઓટો અને ઇલેક્ટ્રિક વાહન ક્લસ્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સ્થાપના  માટે રૂ. 3,000 કરોડથી વધુના રોકાણો માટે ત્રણ MoU થયા છે. તેનાથી સંભવિત 9,000 જેટલી રોજગારીની તકોના અવસર ઊભા થશે. 

39 MoU થયાં 
આ ઉપક્રમમાં જુલાઈ-2023થી તા. 18 ઓક્ટોબર સુધીમાં થયેલા MoU સહિત દસ તબક્કામાં કુલ 18,485.60 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના 39 MoU થયાં છે. આ MoU સાકાર થતાં ભવિષ્ય રાજ્યમાં સમગ્રતયા 65, 032 જેટલા રોજગાર અવસરો ઊભા થશે.  બુધવાર તા. 18 ઑક્ટોબરે થયેલા આ MoU અનુસાર વડોદરા જિલ્લાના આજવા ખાતે એન્જીનીયરીંગ અને ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં ટુ અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન માટે વર્ડવિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડ દ્વારા રૂ. 2,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. 

5,000 જેટલી રોજગારી પ્રાપ્ત થશે
આ યુનિટ વર્ષ 2024માં કાર્યરત થતા 5,000 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના મહીજડા ગામે ટેક્ષટાઈલ પાર્ક કાર્યરત કરવા માટે રૂપમ ઇકોગ્રીન ટેક્ષટાઇલ પાર્ક રૂ.500 કરોડનું રોકાણ કરશે તથા અંદાજે 2,500 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ ઓક્ટોબર-2024 સુધીમાં કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદ વિસ્તારમાં પહેલો ખાનગી ZLD-CETP ધરાવતો પાર્ક બનશે.
 
સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી પાર્ક
આ ઉપરાંત, પિગોટ બિલ્ટકોન પ્રાઇવેટ લિમિટેડ રૂ.500 કરોડના રોકાણ સાથે મહત્તમ સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી આધારિત એકમો ધરાવતો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોજપરા ગામે સ્થાપિત થનારા આ પાર્કમાંથી આશરે 1,500 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વર્ષ 2026 સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે. MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકાના કારણે સુગમતાથી ઉદ્યોગ શરૂ કરવા માટે અદભુત વાતાવરણ જોવા મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ