બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / On Mahashivaratri, Pakistan will also echo with the sound of 'Har Har Mahadev', 62 pilgrims gathered together

Mahashivratri 2024 / મહાશિવરાત્રિએ પાકિસ્તાન પણ 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠશે, એકસાથે 62 તીર્થયાત્રીઓએ નાખ્યા ધામા

Vishal Dave

Last Updated: 05:51 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવરાત્રીની ઉજવણી માટે પાકિસ્તાન પહોંચેલા આ શ્રદ્ધાળુઓ 10 માર્ચે કટાસથી લાહોર પરત ફરશે. લાહોર આવ્યા બાદ તેઓ 11 માર્ચે ત્યાંના કૃષ્ણ મંદિરના દર્શન કરશે

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. 62 હિંદુઓ ત્યાં મહાશિવરાત્રીની ઉજવણીમાં ભાગ લેવા બુધવારે વાઘા બોર્ડર દ્વારા ભારતથી લાહોર પહોંચ્યા હતા “મહાશિવરાત્રિની ઉજવણીમાં ભાગ લેવા માટે કુલ 62 હિંદુ તીર્થયાત્રીઓ ભારતથી લાહોર  પહોંચ્યા છે.. "લાહોરમાં ETPB દ્વારા આયોજિત મહાશિવરાત્રીના મુખ્ય સમારોહનું આયોજન 9 માર્ચે લાહોરથી લગભગ 300 કિલોમીટર દૂર ચકવાલના ઐતિહાસિક કટાસ રાજ મંદિરમાં કરવામાં આવશે.

મહાશિવરાત્રીની આ ઉજવણીમાં કોણ કોણ ભાગ લેશે?

હાશ્મીના જણાવ્યા અનુસાર, "રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે." તેમણે એમ પણ કહ્યું કે વાઘામાં ધાર્મિક સ્થળોના અધિક સચિવ રાણા શાહિદ સલીમે વિશ્વનાથ બજાજના નેતૃત્વમાં આવેલા હિન્દુઓનું સ્વાગત કર્યું.

લાહોરના કૃષ્ણ મંદિરમાં 62 હિન્દુઓ જશે

શિવરાત્રીની ઉજવણી માટે પાકિસ્તાન પહોંચેલા આ શ્રદ્ધાળુઓ 10 માર્ચે કટાસથી લાહોર પરત ફરશે. લાહોર આવ્યા બાદ તેઓ 11 માર્ચે ત્યાંના કૃષ્ણ મંદિરના દર્શન કરશે. આ સાથે આ હિન્દુ સમૂહ લાહોરનો કિલ્લો જોવા પણ જશે. આ લોકો લાહોરના અન્ય ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે અને 12 માર્ચે ભારત પરત ફરશે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રીના ઉપવાસમાં ચા કે કોફી પી શકાય કે નહીં? જાણૉ શું છે માન્યતા

 

પાકિસ્તાનમાં આ કયું ભોલેનાથ મંદિર છે?

પાકિસ્તાનમાં બનેલું આ કટાસ રાજ મંદિર કટાસ નામના તળાવથી ઘેરાયેલું છે, જેને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. આ સંકુલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોટોહર પઠાર વિસ્તારમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે મંદિરનું તળાવ શિવના આંસુમાંથી બનાવવામાં આવ્યું હતું, જ્યારે તેઓ તેમની પત્ની સતીના મૃત્યુ પછી શોકમાં પૃથ્વી પર ભટકતા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ