બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mahashivratri 2024 can we drink tea aur coffee in fast

Mahashivratri 2024 / મહાશિવરાત્રીના ઉપવાસમાં ચા કે કોફી પી શકાય કે નહીં? જાણૉ શું છે માન્યતા

Arohi

Last Updated: 02:10 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahashivratri 2024: હિંદૂ ધર્મમાં મહાશિવરાત્રીનું વ્રત ખૂબ જ મહત્વનું છે. વ્રત કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. માટે ભક્તો પોતાની સંપૂર્ણ શ્રદ્ધાથી મહાશિવરાત્રીનું વ્રત કરે છે.

મહાશિવરાત્રીને હિંદૂઓનો પ્રમુખ તહેવાર માનવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે શિવજી અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. માટે ભક્ત ખાસ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરે છે. શિવજીને પ્રસન્ન કરવા માટે દૂધ દહીં, મધ અને બિલિ પત્રનો ભોગ લગાવવામાં આવે છે. ત્યાં જ અમુક લોકો શિવજીના ખાસ મંત્રનો પણ જાપ કરે છે. તેનાથી તેમના પર સદા મહાદેવની કૃપા બની રહે છે. 

વ્રતથી શિવજી થાય છે પ્રસન્ન
ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીનું વ્રત કરવાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. માટે ભક્ત પોતાની સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે. જોકે અમુક લોકો વ્રત વખતે ચા-કોફી કે અન્ય કોઈ ડ્રિંકનું સેવન કરે છે. પરંતુ શું વ્રત વખતે ચા કે કોફી પીવી શુભ હોય છે? શું તમને પણ કન્ફ્યુઝન છે. જો હા તો અમે તમને જણાવીએ કે મહાશિવરાત્રીના વ્રત વખતે ચા, કોફી કે કોઈ અન્ય ડ્રિંક પીવી જોઈએ કે નહીં. 

વધુ વાંચો: આવતીકાલે મહાશિવરાત્રી: મહાદેવની પૂજા કરવા માટે જાણી લો વિધિ અને શુભ મુહૂર્ત

શું વ્રતમાં પી શકાય ચા કે કોફી? 
ધાર્મિક માન્યતા અનુસાર વ્રત વખતે ચા કે કોફી પી શકાય છે. હકીકતે જ્યારે વ્યક્તિ વ્રત કરે છે તો તે સોલિડ વસ્તુઓ નથી ખાતો. એવામાં પાણી, ચા કે કોફી પીવાથી કમજોરી નથી થતી. પરંતુ કોફીમાં ખાંડ અને દૂધ વધારે ન નાખો. ખાલી પેટ કેફીન લેવાથી તબીયત ખરાબ થઈ શકે છે. માટે વ્રત વખતે દૂધ અને ખાંડ વાળી કોફીની જગ્યા પર બ્લેક કોફી લઈ શકો છો. ત્યાં જ ચા અને પાણી પીવાથી વ્રત ખંડિત નથી થતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ