ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / offline classes of primary schools can starts soon
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોનાના કેસમાં છેલ્લા 10-12 દિવસથી ફરી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, મૃત્યુના આંકડા સતત ડરાવી રહ્યા છે. પરંતુ સ્થિતિ કાબૂમાં હોવાથી રાજ્ય સરકાર દ્વારા આગામી નજીકના સમયગાળામાં જ ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ કરી શકે છે.
ઓફલાઈન વર્ગો શરૂ કરવાને લઈને લેવાઈ શકે છે નિર્ણય
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સાથે આજે ગાંધીનગર ખાતે કોર કમિટિની બેઠક મળવાની છે. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ, વેક્સિન અંગેનું આયોજન તથા કોરોના સંક્રમણ ઘટતા ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ અંગે મંથન કરવામાં આવી શકે છે.
કોરોના સંક્રમણ વધતા ફરી બંધ કરાયું હતું
ADVERTISEMENT
નોંધનીય છે કે,ગ્રામીણ સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયાં બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો નોંધાયો હતો. જેને લઈને ફરીથી રાજ્યમાં ચાલતી શાળાઓના કેટલાક વર્ગોમાં શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ADVERTISEMENT
ગુજરાતમાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 6,097 કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,985 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 204 કેસ તો રાજકોટ શહેરમાં 237 કેસ, વડોદરા શહેરમાં 1,215 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 203 કેસ, ભાવનગર શહેરમાં 77 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 35 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 12,105 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 57,521 સુધી પહોંચી ગઈ છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
ADVERTISEMENT
આજે અમદાવાદમાં 1,325 કેસ, વડોદરામાં 1,512 કેસ, રાજકોટમાં 372 કેસ, ગાંધીનગરમાં 278 કેસ, સુરતમાં 358 કેસ, જામનગરમાં 86 કેસ, જુનાગઢમાં 21 કેસ, ભાવનગરમાં 97 કેસ, આઁણંદ 89,બનાસકાંઠા 88, પાટણ 60 કેસ, ખેડા 181, ભરૂચ 61, કચ્છ 151, સાબરકાંઠા 80 કેસ, નવસારી 58, મોરબી 79, વલસાડ 42 કેસ, સુરેન્દ્રનગર 14, પંચમહાલ 54, અમરેલી 18 કેસ, દાહોદ 28 કેસ, દ્વારકા 21 કેસ, અરવલ્લી 19 કેસ, ડાંગ 18 કેસ, મહીસાગર 13 કેસ, છોટા ઉદેપુર 14 કેસ, પોરંબદર 04 ગીરસોમનાથ 13 કેસ, નર્મદા 9 કેસ, બોટાદમાં 1 કેસ બહાર આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT