બ્રેકિંગ ન્યુઝ
VTV / Odisha Train Accident: Coromandel Express accident Viral Video
Vaidehi
Last Updated: 07:19 PM, 8 June 2023
ADVERTISEMENT
ઓડિશાનાં બાલાસોરમાં ભીષણ ટ્રેન અકસ્માતનો એક નવો વીડિયો સામે આવી રહ્યો છે. આ વીડિયો કોઈ એક યાત્રીએ રેકોર્ડ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જુઓ.
A VIRAL VIDEO SURFACED RECENTLY SHOWS THE LAST FEW MOMENTS OF THE COROMANDEL EXPRESS RIGHT BEFORE THE HORRIFIC ACCIDENT.
— MY Bhubaneswar (@MYBBSR) June 8, 2023
To know more, check out https://t.co/I49ij7JFS9#CoromandelExpressAccident #CoromandelFiles #BalasoreTrainTragedy #Bahanaga #OdishaTrainAccident pic.twitter.com/mbfLfFDUod
ADVERTISEMENT
સફાઈ કર્મચારી રાતનાં સમયે સફાઈ કરતો દેખાઈ રહ્યો છે
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સફાઈ કર્મચારી રાતનાં સમયે કોચમાં સફાઈ કરી રહ્યો છે અને અન્ય યાત્રી પોતાના બર્થ પર આરામ કરી રહ્યાં છે. તેવામાં અચાનક એક ઝટકો લાગે છે અને તેની સાથે જ લોકોની ચીસો સંભળાઈ રહી છે. આ બાદ તાત્કાલિક ટ્રેનમાં અંધારું થઈ જાય છે પરંતુ ચીસો સંભળાવાનું ચાલુ જ છે.આ દુર્ઘટના બાદ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે તેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ ક્ષણનો છે જે સમયે અકસ્માત થયો હતો. ઓડિશાની મીડિયા કંપનીએ આ વીડિયોની પુષ્ટિ કરી છે.
CBIએ તપાસ હાથ ધરી
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભયંકર ટ્રેન અકસ્માત કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડી વચ્ચે થયું હતું. ઓડિશા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં આશરે 278 લોકો મૃત્યુ પામ્યાં છે અને 1 હજારથી વધારે લોકો ઘાયલ થયાં છે. CBIએ ત્રણેય ટ્રેનનું તપાસકાર્ય પોતાના હાથમાં લીધું છે. રેલ્વેએ કહ્યું કે પ્રારંભિક તપાસ અનુસાર દુર્ઘટના સિગ્નલની સમસ્યાનાં કારણે બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.