બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નર્સિંગ સ્ટાફ ભરતી વિવાદમાં મહત્વના સમાચાર, ABCD પેટન્ટવાળી આન્સર કીમાં કોઈ ફેરફાર નહીં
Last Updated: 11:02 PM, 13 March 2025
થોડા સમય પહેલા યોજાયેલ નર્સિંગ સ્ટાફની ભરતીને લઈ મોટો વિવાદ ઉભો થવા પામ્યો હતો. જે બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તપાસનાં આદેશ કરવામાં આવ્યા હતા. આજે નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ફાઈનલ આન્સર કી માં ABCD પેટન્ટ યથાવત રહેશે. તેમજ સરકાર દ્વારા ABCD પેટન્ટનાં વિવાદ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ADVERTISEMENT

GTUએ આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપ્યો હતો
ADVERTISEMENT
નર્સિંગ પરીક્ષા વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. GTUએ આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપ્યો છે. ઉમેદવારોના માર્ક્સ અને આન્સરકી સંદર્ભે માહિતી અપાઈ છે. આન્સરકીમાં જવાબની પેન્ટર્ન ફોલો કરનારા ઉમેદવારોની વિગત સોંપાઈ છે. પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલા પેપર સ્ટાઇલની વિગતો પણ સોંપવામાં આવી છે. હવે નર્સિંગ પરીક્ષા માન્ય રાખવી કે રદ કરવી તે અંગે આરોગ્ય વિભાગ નિર્ણય લેશે.

ADVERTISEMENT
શું છે વિવાદ ?
મહત્વનુ છે કે સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાને લઇને એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. સૌથી પહેલા આન્સર કી સામે આવ્યા બાદ વિવાદ જાગ્યો હતો. કારણ કે તમામ આન્સર ABCD ક્રમમાં હતા. પેપરમાં એક પછી એક સવાલ સામે ક્રમ પ્રમાણે A,B,C,Dમાંથી વિકલ્પ પસંદ કરીને લખવાનો હતો. જવાબ પહેલેથી છેલ્લે સુધી જવાબ A,B,C,D એ રીતે ક્રમમાં હતા.. જેને લઇને અનેક સવાલો ઉભા થયા હતા, અને માનીતાઓને નોકરી અપાવવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઇ GTUના રજીસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરનો મોટો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હોવાનો GTUના રજીસ્ટ્રારે ખુલાસો કર્યો હતો.
ADVERTISEMENT

વધુ વાંચોઃ પવનની દિશા બદલતા ગરમીમાં રાહત, હવામાન વિભાગ અને અંબાલાલની એક સરખી આગાહી
ADVERTISEMENT
1903 જગ્યા પર 53 હજાર ઉમેદવારે પરીક્ષા આપી હતી
આ બાબતે રાજય સરકાર તપાસ કરે તેવી તેમણે સોશીયલ મિડીયા મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. સ્ટાફ નર્સની પરીક્ષામાં 1903 જગ્યા પર 53 હજાર ઉમેદવારે પરીક્ષા આપી હતી.આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા જીટીયુએ લીધી હતી. એટલે અમે તપાસ કરવાના આદેશ આપ્યા છે. ઉમેદવારોને અન્યાય થશે નહીં તેવી તેમણે ખાતરી આપી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT