બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:38 AM, 2 September 2025
US New visa Rule: અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે એક સમાચાર સામે આવ્યા છે. દિવસે ને દિવસે ટ્રમ્પ સરકાર દ્વારા વિદેશી નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે નવા નિયમો અમલમાં મુકાય છે ત્યારે હવે અભ્યાસ અને નોકરી માટે અમેરિકા જતા લોકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. આજથી અમેરિકામાં નવા વિઝા ઇન્ટરવ્યૂ નિયમો અમલમાં આવ્યા છે. જેની સૌથી વધુ અસર ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર પડશે.
ADVERTISEMENT
અમેરિકામાં અભ્યાસ અને નોકરી કરવા જતાં લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આજથી અમેરિકા સરકારે નવા વિઝા ઇન્ટરવ્યૂ નિયમો અમલમાં મૂક્યા છે. અમેરિકાએ ‘ઇન્ટરવ્યૂ વેવર લિસ્ટ’માં ફેરફાર કર્યો છે. આ યાદીમાં અગાઉ કેટલીક વિઝા કેટેગરીના અરજદારોને ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. પરંતુ હવે લગભગ તમામ વિદેશી નાગરિકોએ યુએસ એમ્બેસીમાં જઈને વિઝા ઇન્ટરવ્યૂ આપવો ફરજિયાત બની ગયો છે.

ADVERTISEMENT
યુએસ વિઝા મેળવવાની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. સૌપ્રથમ અરજદારોએ યુએસ એમ્બેસીની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડે છે. ત્યારબાદ એમ્બેસી અરજદારને ઇન્ટરવ્યૂ માટે તારીખ આપે છે. નક્કી કરેલા દિવસે અરજદારે એમ્બેસીમાં જઈને ઇન્ટરવ્યૂ આપવો પડે છે. આ દરમિયાન અમેરિકા જવાના કારણો, અભ્યાસ અથવા નોકરી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. અંતે ઇન્ટરવ્યૂના આધારે વિઝા આપવામાં આવે છે કે નહીં તેનો નિર્ણય લેવાય છે.
અગાઉ નિયમ એવો હતો કે જો કોઈ વિદ્યાર્થી F-1 વિઝા પર અભ્યાસ કરી રહ્યો હોય અથવા કામદારો H-1B વિઝા પર નોકરી કરી રહ્યા હોય અને તેમનો વિઝા 12 મહિનાથી ઓછા સમય પહેલા સમાપ્ત થયો હોય તો તેઓને નવા વિઝા માટે ઇન્ટરવ્યૂ આપવો પડતો ન હતો. આ સુવિધા ‘વિઝા ઇન્ટરવ્યૂ વેવર’ તરીકે ઓળખાતી હતી. જોકે નવા નિયમ પછી હવે આવા તમામ અરજદારોને ફરજિયાત ઇન્ટરવ્યૂ આપવો પડશે.
ADVERTISEMENT

વધુ વાંચો: US વિઝા માટે એપ્લાય કરવાનું વિચારી રહ્યાં છો? તો આટલી અપડેટ મગજમાં ફીટ કરી દેજો
ADVERTISEMENT

આ બદલાવથી વિદ્યાર્થીઓ અને કામદારોની મુશ્કેલીઓમાં વધારો થશે. માત્ર અરજી કરવાથી વિઝા મળશે નહીં પરંતુ દૂતાવાસમાં જઈને સાબિત કરવું પડશે કે તેઓ અભ્યાસ કે નોકરી માટે અમેરિકા જઈ રહ્યા છે અને નક્કી સમય પૂર્ણ થતાં પોતાના દેશમાં પરત આવશે. વિશેષ નોંધનીય છે કે હવે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 79 વર્ષથી વધુ ઉંમરના અરજદારોને પણ વિઝા ઇન્ટરવ્યૂ આપવો પડશે. આ નિર્ણયને કારણે ભારતીય અરજદારોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થવાનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.