બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Notification of Banaskantha Collector Compulsory closure of tuition classes before 7 pm and after 8 pm

જાહેરનામું / સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ફરજિયાત બંધ, આ જિલ્લાના કલેક્ટરે લીધો અગત્યનો નિર્ણય, જાણો કેમ

Kishor

Last Updated: 08:45 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં અપહરણ અને હત્યા જેવા ગુનાઓને અટકાવવા સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા પછી ક્લાસીસ બંધ કરી દેવા જાહેરનામું બહાર પડાયું છે.

  • બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસીસને કલેક્ટરનું જાહેરનામું
  • સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા પછી ક્લાસીસ ચાલુ નહીં રાખી શકાય
  • અપહરણ અને હત્યા જેવા ગુનાઓને અટકાવવા માટે જાહેરનામું

બનાસકાંઠાના જિલ્લામા હત્યા, મારામારી, અપહરણ સહિતના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. ત્યારે આવા બનાવો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અપહરણ અને હત્યાના બનાવને રોકવા સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસિસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યો છે. મહત્વનું છે કે અંધારામા વિદ્યાર્થિનીઓની એકલતાનો લાભ લઈ આવારાતત્વોને મોકળું મેદાન મળતું હોવાથી બેખોફ થઈ ગુન્હાને અંજામ આપતા હોય છે.જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર ટ્યુશન સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

અમદાવાદમાં બાળક ઉઠાવતી ગેંગ સક્રિય! વિદ્યાર્થીઓના હિતમાં અનેક સ્કૂલ  સંચાલકોએ લીધો મહત્વનો નિર્ણય | ahmedabad schools banned going out of campus  during recess for children

 

અમદાવાદ આગાઉ લેવાયો હતો આ નિર્ણય

મહત્વનું છે કે આ અગાઉ અમદાવાદમાં પણ બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ હોવાની રાવ ઉઠી હતી. આ વેળાએ બાળકોની ઉઠાવી જવાની અફવા વચ્ચે થોડા સમય આગાઉ અમદાવાદમાં સ્કૂલ સંચાલકોએ મહત્વનો નિર્ણય લીધો હતો અને સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રિસેસમાં કેમ્પસની બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેમાં જુહાપુરા અને જમાલપુરની અનેક સ્કૂલોમાં આ પ્રકારે નિર્ણય લેવાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ