બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Notice to 28 pharmacists in Mehsana district regarding vaccine performance

એક્શન / મહેસાણા જિલ્લામાં 28 ફાર્માસિસ્ટને વેક્સિનની કામગીરી મુદ્દે નોટિસ, માંગ્યો લેખિતમાં ખુલાસો, જાણો સમગ્ર વિવાદ

Priyakant

Last Updated: 09:42 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: જિલ્લામાં ફિઝિકલ વેક્સિનની અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી ન કરી રહેલા કર્મીઓ સામે કાર્યવાહી, શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન ધરાઈ તેનો લેખિતમાં ખુલાસો મંગાવાયો

  • મહેસાણા જિલ્લામાં 28 ફાર્માસિસ્ટને નોટિસ 
  • વેક્સિનની કામગીરી ન કરતા નોટિસ 
  • CDHO દ્વારા લેખિતમાં જવાબ મંગાયો 

Mehsana News : મહેસાણા જિલ્લામાં વેક્સિનની કામગીરી ન કરતા 28 ફાર્માસિસ્ટને નોટિસ આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, મહેસાણા જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 10 ઓગસ્ટ બાદથી વેક્સિન અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી બંધ હોવાનું CDHOને ધ્યાને આવ્યું હતું. જેને લઈ હવે CDHOએ મહેસાણા જિલ્લાના 28  ફાર્માસિસ્ટને નોટિસ પાઠવી છે. 

મહેસાણા જિલ્લા CDHO દ્વારા અલગ-અલગ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કુલ 28 ફાર્માસિસ્ટને નોટિસ પાઠવી છે. વિગતો મુજબ 10 ઓગસ્ટ બાદથી વેક્સિન અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી બંધ હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ કડીના 7, સતલાસણાના 2, ખેરાલુના 2, વિસનગરના 3, મહેસાણાના 3 ફાર્માસિસ્ટ અને વિજાપુર તાલુકાના 7 ફાર્માસિસ્ટને નોટિસ ફટકારવામાં આવી છે. 

નોંધનીય છે કે, મહેસાણા જિલ્લામાં 10 ઓગસ્ટથી ફિઝિકલ વેક્સિનની અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી ન કરી રહેલા કર્મીઓ સામે કાર્યવાહીને લઈ હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ આ નોટિસમાં શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન ધરાઈ તેનો 2 દિવસમાં લેખિતમાં ખુલાસો મંગાવાયો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રોના 28 ફાર્માસિસ્ટોને CDHOએ નોટિસ ફટકારતાં જિલ્લા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

CDHO Mehsana News ડેટા એન્ટ્રી ફાર્માસિસ્ટ ફિઝિકલ વેક્સિન શિક્ષાત્મક કાર્યવાહી Mehsana news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ