બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Note this number if you want to come to Ahmedabad for Talati exam

SHORT & SIMPLE / તલાટીની પરીક્ષા માટે અમદાવાદ આવવાના હોવ તો આ નંબર નોટ કરી લેજો, ખૂબ મદદ મળશે

Vishal Khamar

Last Updated: 03:13 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તા.7 મે નાં રોજ તલાટીની પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે.

  • 7 મેના રોજ રાજ્યભરમાં યોજાશે તલાટીની પરીક્ષા
  • તલાટીની પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
  • અમદાવાદ જિલ્લા પંચાયતમાં હેલ્પલાઈન સેન્ટરની વ્યવસ્થા

7 મે ના રોજ રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે તલાટીની પરીક્ષાને લઈને જીલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે.  પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ જીલ્લા પંચાયત કચેરી ખાતે હેલ્પલાઈન સેન્ટરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.  આ હેલ્પલાઈનનાં માધ્યમથી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની જાણકારી મેળવી શકશે. સેન્ટરના રૂટ માટેની માહિતી પણ હેલ્પલાઈન થકી પરીક્ષાર્થી મેળવી શકશે. અમદાવાદમાં 1 લાખ 35 હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.  અમદાવાદ આવતા પરીક્ષાર્થીઓ 079-25508141 નંબર પર સંપર્ક કરી શકશે. અમદાવાદમાં 465 સેન્ટર અને 4 હજાર 500 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે.

'7.5 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી અમારી ધારણા'
થોડા દિવસ પહેલા હસમુખ પટેલે કહ્યું કે,  જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ તથા ST, રેલવેના અધિકારીઓ સાથે વધારાની બસ અને રેલવે મુકવા ચર્ચા કરાઈ છે. વધુમાં તેમણે કહ્યું કે, તલાટીની પરીક્ષા માટે 8.64 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 8.19 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. જેથી 7.5 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી અમારી ધારણા છે. 

'ઉમેદવારોને જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે'
તેમણે કહ્યું કે, પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા ઉમેદવારોને જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેથી તમામ ઉમેદવારોએ જિલ્લા બહાર પરીક્ષા આપવા જવું પડશે. આ તમામ ઉમેદવારોને રહેવા માટે છાત્રાલયો અને સમાજવાડીઓનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ ગત પરીક્ષામાં ઉમેદવારોને મદદ કરી હતી. જેથી આ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ આ વખતે પણ ઉમેદવારને મદદ કરે તેવી અમારી આશા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ